બેંકમાં રોકડ ઉપાડતા કે જમા કરાવતા હો તો જાણી લો આ સમાચાર, આવી રહ્યો છે નવો નિયમ
ગત વર્ષે સ્ટેટ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંકે નોટબંધી બાદ એક મહિનામાં ચાર વખતથી વધુ નાણા જમા કરાવવા કે ઉપાડવા પર ચાર્જ લગાવવાનું શરૂ કર્યુ હતુ. હાલ એટીએમમાં જમા-ઉપાડની સંખ્યા 5 રાખવામાં આવી છે. ડિજિટલ લેવડ-દેવડને આગળ વધારવા માટે સરકારમાં 50,000 રૂ.થી વધુની રોકડ લેવડ-દેવડ ઉપર ચાર્જ પર સહમતી બનતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ બેંકોમાં રોકડ જમા ઉપાડની સંખ્યા નક્કી થવા પર ડિજિટલ અર્થવ્યવસ્થાની પહોંચ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચશે.
નવી દિલ્હીઃ બેંક ખાતેદારો માટે માઠા સમાચાર છે. આગામી દિવસોમાં એક મર્યાદાથી વધારે રોકડ લેવડ-દેવડ ઉપર ગ્રાહકોએ ચાર્જ આપવો પડી શકે છે. નવા પ્રસ્તાવ પ્રમાણે બેંકોની શાખાઓમાં રોકડ લેવડ-દેવડની સંખ્યા ચારથી પાંચ કરવામાં આવી શકે છે. જો પછીના તમામ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા આ પગલું લેવામાં આવી શકે છે.
નોટબધી બાદ અમુક બેંકોએ કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરી હતી. ભવિષ્યમાં તમામ બેંકો આને લાગુ કરી શકે છે. ઉપરાંત ડિજિટલ લેવડ-દેવડની છુટની વ્યવસ્થા પણ બેંકો લાવશે. આ સ્થિતિમાં જમા-ઉપાડની સંખ્યા નક્કી કરવાની છૂટ બેંકોને આપવામાં આવે તેમ માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ બેંકોમાં રોકડ લેવડ-દેવડની સીમા નક્કી કરવા કહેવામાં આવ્યું છે. પહેલા જાહેર ક્ષેત્રની બેંકોમાં આ વ્યવસ્થા લાગુ કરવાનો પ્લાન હતો. પરંતુ તાજેતરમાં સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે યોજાયેલી બેઠકમાં તમામ બેંકોમાં આ વ્યવસ્થા લાગુ કરવા સહમતી બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -