2020 સુધી દૂધ ઉત્પાદનમાં વાર્ષિક 30 લાખ ટનનો ઘટાડો નોંધાશે, પર્યાવરણમાં ફેરફારની જોવા મળશે અસર
એકત્રીત કરાયેલા સેમ્પલ સર્વેના ડેટા મુજબ ચાલુ વર્ષે જુલાઈથી ઓક્ટોબરના ચોમાસાના ગાળામાં દૂધ ઉત્પાદન ૪.૩૮ ટકા વધીને ૫.૪૫ કરોડ ટન રહ્યું હતું જે અગાઉના વર્ષના સમીક્ષક ગાળામાં ૫.૨૨ કરોડ ટન હતું. સરકારે દૂધ ઉત્પાદન માટેના નિર્ધારિત લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૬૪.૩૮ ટકાની આપૂર્તિ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં અત્યાર સુધીમાં દેશનું દૂધ ઉત્પાદન ૧૦.૫૪ કરોડ ટનને સ્પર્શ્યું હોવાનું કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું. ચાલુ વર્ષમાં સરકારે ૧.૬૪ કરોડ ટન દૂધના ઉત્પાદનો લક્ષ્યાંક રાખ્યો છે. અગાઉ ૨૦૧૫-૧૬માં દેશનું દૂધ ઉત્પાદન ૧.૫૬ કરોડ ટન થયું હતું.
ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આ મુદ્દે આત્મનિર્ભર છે. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૧૮ ટકા છે. દૂધ તેમજ તેના ઉત્પાદનની ભારતીય બજારમાં વાર્ષિક ૧૫ ટકાના દરે વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડેરી સમ્મેલનમાં ભારત ઉપરાંત, અલાવા, બુલ્ગેરિયા, ચીન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ઈટલી, લુથાનિયા, મલેશિયા, નેધરલેન્ડ, બ્રિટન, અમેરિકા અને થાઈલેન્ડના પ્રતિનિધિઓએ તેમની ઉત્પાદન ટેક્નોલોજી તેમજ સેવાઓને રજૂ કરી હતી.
સંશોધન મુજબ ગરમીને કારણે પશુઓની દૂધ આપવાની ક્ષમતા પ્રભાવિત થતી હોય છે. ઠંડી તેમજ ગમરી બન્ને પ્રકારની હવાથી ગાય તેમજ ભેંસની દૂધ આપવાની ક્ષમતા પર અસર પડે છે તેમ સંશોધનમાં જણાયું હતું. રથના જણાવ્યા મુજબ દૂધ ઉત્પાદકોએ પર્યાવરણમાં પરિવર્તનની પ્રતિકૂળ અસરોથી બચવા માટે સક્રિય રીતે બચવું પડશે.
પર્યાવરણમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ ફેરફારથી ડેરી ક્ષેત્ર પ્રભાવિત થશે. તાપમાનનો પારો ઊંચો જવાથી પશુઓ પર તેની પ્રતિકૂળ અસરો વધશે જેથી દૂધ ઉત્પાદન પ્રભાવિત થશે. ગરમ હવામાનમાં પશુઓની પ્રજનન ક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર પડતી હોય છે, તેમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું.
નિષ્ણાતોના મત મુજબ તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે મિશ્ર જાતિની ગાયો પર સંભવિત અસરને કારણે સ્થાનિક બજારની માગને પૂરી કરવી મુશ્કેલ રહેશે તેને લીધે અંતિમ વપરાશમાં ઘટાડો નોંધાઈ શકે છે.
મુંબઈઃ વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ ભારતમાં 2020 સુધીમાં વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષમતામાં 30 લાખ ટનનો ઘટાડો થવાની આશંકા છે. ઉદ્યોગ નિષ્ણાંતોનું કહેવું છે કે, પર્યાવરણમાં થતાં ફેરફારને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાની સાથે સાથે પ્રતિ વ્યક્તિ વપરાશમાં પણ ઘટાડો જોવા મળશે. 2015-16 દરમિયાન 16 કરોડ ટન દૂધ ઉત્પાદન થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -