GST બાદ વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહો, CNG-PNG, સ્માર્ટફોન સહિત આ વસ્તુ થશે મોંઘી
અત્યારે ટેલીકોમ સર્વિસ ઉપર ૧પ ટકા સર્વિસ ટેકસ લાગે છે પરંતુ જીએસટી બાદ તે ૧૮ ટકા થઇ જશે. જો તમે ૧૦૦૦નું મોબાઇલ બીલ ચુકવતા હો તો જીએસટી બાદ ૩૦ રૂપિયા વધી જશે. સાઇબર મીડીયા રિસર્ચનું માનીએ તો હેન્ડસેટના ભાવ ૧પ થી રપ ટકાનો વધારો થશે. જીએસટી બાદ ભારતમાં તૈયાર થનાર ડિવાઇસ મોંઘા થશે અને આયાતી ડિવાઇસ સસ્તા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીએસટીના અમલ બાદ મોબાઇલ બીલ, સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના ભાવ ઉપર અસર પડશે સાથે જ તેમા ટેલીકોમ પર ૧૮ ટકાનો અલગથી ટેકસ લાગી શકે છે. જીએસટી બાદ સ્માર્ટફોનના ભાવો ઉપર પણ અસર પડશે, તેના ભાવ પણ વધી જશે. હાલ આ ચીજો પર ૭.પ થી ૮ ટકા સુધી ટેકસ લાગે છે પરંતુ જીએસટી બાદ ટેકસ વધી જશે તેને કારણે ડિવાઇસના ભાવ ઉપર પણ અસર પડશે. સાથોસાથ તેની અસર મોબાઇલ બીલ ઉપર જોવા મળશે.
મોબાઇલ ટાવર કંપનીઓ જીએસટી વ્યવસ્થામાં ૧૮ ટકા કરનો બોજ દુરસંચાર કંપનીઓ ઉપર નાંખશે. જેને કારણે સામાન્ય લોકોનું ફોન બીલ વધી જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઇલ ટાવર કંપનીઓ તેમના પર કરબોજ ટેલીકોમ ઓપરેટરો પર નાંખશે જે ગ્રાહકો ઉપર લાદી દેશે.
જીએસટી બાદ ટ્રાન્સમિશન ટેરીફ વધી જશે જેને કારણે ગેસના ભાવમાં વધારો થશે અને સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ વધારો થશે. ગેઇલના અધ્યક્ષ ત્રિપાઠીનું કહેવુ છે કે આ વધારો બહુ વધુ નહી હોય. હાલ ટ્રાન્સમીશન પર ૧પ ટકા સર્વિસ ટેકસ લાગે છે તે જીએસટી બાદ ૧૮ ટકા થઇ જશે એટલે કે માત્ર ૩ ટકાનો વધારો થશે.
નવી દિલ્હીઃ સરકારે જીએસટીના દરો નક્કી કરી દીધા છે. હવે લગભગ એ નક્કી જેવું છે કે 1 જુલાઇથી જીએસટીનો અમલ શરૂ થઇ જશે. જીએસટી લાગુ થયા પછી કેટલીક ચીજો સસ્તી થશે અને કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થશે. જીએસટી લાગુ થયા બાદ સીએનજી અને પીએનજી ગેસ મોંઘા થશે એટલુ જ નહી ટેલીફોનનુ બીલ પણ મોંઘુ થઇ શકશે. આ નવી કર વ્યવસ્થા બાદ સ્માર્ટ ફોન પણ મોંઘા થઇ જવાના છે. કોમ્પ્યુટર્સના ભાવ ઉપર પણ અસર પડશે. જો અત્યારે તમે ૧૦૦૦નું મોબાઇલ બીલ આપતા હો તો જીએસટી બાદ તેમાં ૩૦ રૂપિયા વધી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -