દેશની મોટી 4 બેંકો થઈ શકે છે બંધ! મોદી સરકાર લેશે મોટો નિર્ણય?
સરકારી બેંકોમાં સરકારનું ખાસ જોર આઈડીબીઆઈ બેંક પર છે. કારણ કે તેમાં સરકારનો 51 ટકા હિસ્સો છે. સરકાર પોતાનો આ સંપૂર્ણ હિસ્સો વેચવાની યોજના બનાવી રહ્યું છે. હિસ્સો વેચીને સરકારની 10,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. સરકાર પોતાનો હિસ્સો કોઈ ખાનગી કંપનીને વેચી શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ટૂંક સમયમાં જ તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકથળેલ સરકારી બેંકોની સ્થિતિમાં સુધારો થશે. સાથો સાથ નબળી બેંકોને પોતાની એસેટ વેચવામાં મદદ મળશે. ખોટમાં ચાલતી બ્રાંચને બંધ કરવી સરળતા રહેશે. તદ્ઉપરાંત કર્મચારીઓની છટણી સરળ થઈ જશે. બેંકોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ ઓછો થશે.
IDBIને નાણાંકીય વર્ષ 2018માં 8,237 કરોડ રૂપિયાની ખોટ આવી હતી જ્યારે ઓરિએન્ટેલ બેંક ઓફ કોમર્સ (OBC)ને નાણાંકીય વર્ષ 2018માં 5,872 કરોડ રૂપિયાની ખોટ હતી. સેન્ટ્રલ બેંકને નાણાંકીય વર્ષ 2018માં 5,105 કરોડ રૂપિયાની ખોટ હતી. આ ઉપરાંત બેંક ઓફ બરોડા (BoB)ને નાણાંકીય વર્ષ 2018મા 2432 કરોડ રૂપિયાની ખોટ હતી.
સરકાર ચારેય બેંકોને મર્જર કરીને નવી બેંક બનાવશે. આ બેંકોને ચારેય બેંકોની 16.58 કરોડ રૂપિયાની એસેટ મળશે. આટલી મોટી એસેટની સાથે નવી બેંક દેશની બીજી સૌથી મોટી બેંક હશે. સૂત્રોનું કહેવું છે કે, જે રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તેની સહયોગી બેંકોને મર્જર કરવામાં આવી હતી તેવી જ રીતે આ પ્રક્રિયાને પૂરી કરી શકાય છે.
નાણાંકીય વર્ષ 2018માં આ ચારેય બેંકોને કુલ મળી અંદાજે 21,664 હજાર કરોડ રૂપિયાની ખોટ થઈ છે. તેના લીધે સરકાર આ ચારેય બેંકોને મર્જ કરીને એક નવી બેંક બનાવાની તૈયારી કરી રહ્યું છે. નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવી સ્થિતિમાં બેંકોની સ્થિતિ સુધારવામાં સફળતા મળશે. સાથો સાથ નબળી બેંકોની નાણાંકીય સ્થિતિમાં પણ સુધારો કરવામાં આવી શકે છે.
નવી દિલ્હી: છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બેંકોની સ્થિતિ ખરાબ હોવાના સમાચાર વહેતા થયા છે. જેન કારણે બેકિંગ સેક્ટરની સ્થિતિ સુધારવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં જ મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર એક મેગા મર્જરના પ્લાન પર કામ કરી રહી છે. 4 સરકારી બેંકોને મર્જર કરીને એક મોટી બેંક બનાવાની તૈયારી કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, IDBI, ઓરિએન્ટેલ બેંક ઓફ કોમર્સ (OBC), સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા (BoB)ને મર્જ કરી એક મોટી બેંક બનાવાની વિચારણા ચાલી રહી છે. જો આમ થશે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પછી આ બેંક દેશની સૌથી મોટી બેંક બની જશે. નવી બેંકની પાસે 16.58 લાખ કરોડ રૂપિયાની એસેટ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -