નુકસાનથી બચવું હોય તો ત્રણ દિવસમાં કરો બેંક ફ્રોડની ફરિયાદ
આરબીઆઇના જણાવ્યા પ્રમાણે બેન્ક ખાતા અને કાર્ડમાં અનધિકૃત ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા કપાઈ જવાની ફરિયાદોમાં મોટાપાયે વધારો થયા બાદ નિર્દેશો જારી કરાયા છે. આરબીઆઇએ બેન્કોને તમામ ગ્રાહકોની એસએમએસ એલર્ટ માટે નોંધણી કરવા જણાવ્યું છે તથા પ્રત્યેક ટ્રાન્ઝેક્શનની એસએમએસ દ્વારા એલર્ટ મોકલવાની તાકીદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનધિકૃત ટ્રાન્ઝેક્શનના કેસમાં બેન્કને જાણ કર્યા પછી જે કંઈ પણ નુકસાન થાય તો તે બેન્ક ભોગવશે. નિર્દેશો મુજબ બેન્ક કે ખાતેદારની બેદરકારી હોય એવા સંજોગોમાં ગ્રાહકને હિસ્સે ઝીરો લાયાબિલિટી રહેશે. જો સાત દિવસ પછી ફ્રોડની બેન્કને જાણ કરવામાં આવશે તો બેન્કના બોર્ડ દ્વારા નક્કી કરાયેલી નીતિ અનુસાર ગ્રાહકને નુકસાની ચૂકવવામાં આવશે.
નવી દિલ્હીઃ જો અનઓથોરાઈઝ્ડ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈ નુકસાન થાય તો તમારી બેંકને ત્રણ દિવસની અંદર ફરિયાદ કરવી જોઈએ. ત્યાર બાદ સંબંધિત રકમ 10 દિવસની અંદર તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. આમ ન કરતા જો ગ્રાહક થર્ડ પાર્ટી ફ્રોડની જાણકારી 4થી 7 દિવસ બાદ આપે છે તો તેને 25,000 રૂપિયા સુધીનું નુસાન ખુદ ઉઠાવવું પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે.
નવા નિર્દેશો મુજબ થર્ડ પાર્ટી ફ્રોડની જાણ ત્રણ દિવસથી મોડી (ચારથી સાત દિવસમાં) કરવામાં આવે તો ગ્રાહકે 25 હજાર રૂપિયા સુધી નુકસાની ભોગવવી પડશે. જો કે ગ્રાહકની બેદરકારી (પીન નંબર કે ખાતા વિશેની માહિતી આપવી)ના કારણે જો પૈસા કપાઈ જશે તો નુકસાની સંપૂર્ણપણે ગ્રાહકે ભોગવવાની રહેશે.
રિઝર્વ બેન્કે ગુરૂવારે ખાતાધારકોની સુરક્ષા માટે ગુરુવારે નવા નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો મુજબ ગ્રાહકની બેદરકારીના લીધે ખાતામાંથી પૈસા કપાશે તો સંપૂર્ણ નુકસાન ખાતેદારે જાતે ભોગવવું પડશે. આરબીઆઇએ ગુરુવારે 'કસ્ટમર પ્રોટેક્શન: લિમિટીંગ લાયાબેલિટી ઑફ કસ્ટમર્સ ઇન અનઑથોરાઇઝ્ડ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ' નામે નવા નિર્દેશો બહાર પાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -