Reliance Jio માટે ખરાબ સમાચાર? અંદાજે માસિક 17 રૂપિયામાં મોબાઈલ ડેટા આપશે આ કંપની
એવા લોકોની સંખ્યા માત્ર 30 કરોડ છે બાકીના લોકો માસિક આધારે માત્ર 90 રૂપિયા ખર્ચ કરે છે, અને તેના માટે જિઓનો આ પ્લાન સસ્તો નથી. તુલીએ કહ્યું કે, અમે 20 રૂપિયા પ્રતિ મહિને અથવા તેનાથી ઓછી કિંમતનો પ્લાન રજૂ કરીશું. એક વર્ષ માટે ઇન્ટરનેટનો ચાર્જ 200 રૂપિયાથી વધારે નહીં હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેટાવિંડના અધ્યક્ષ અને સીઈઓ સુનીત સિંહ તુલીએ કહ્યું કે, કંપનીની યોજના એવા ડેટા પ્લાન રજૂ કરવાની છે જે 20 રૂપિયા મહિને અથવા તેનાથી ઓછી કિંમતના હશે. તેમણે કહ્યું કે, જિઓનો 300 રૂપિયાનો પ્લાન માત્ર એવા લોકો માટે સારો છે જે દર મહિને 1000-1500 રૂપિયા ખર્ચ કરી શકે છે.
નવી દિલ્હીઃ કેનેડાની મોબાઈલ બનાવતી કંપની ડેટાવિંડ ભારતમા કારોબારનું વિસ્તરણ કરવા જઈ રહી છે. કંપનીએ ટેલીકોમ સર્વિસ સેવા કારોબાર પર 100 કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી છે. કહેવાય છે કે, આ યોજના અંતર્ગત કંપની 200 રૂપિયામાં આખુ વર્ષ ઇન્ટરનેટ ડેટા પ્લાન રજૂ કરી શકે છે. કંપનીએ હાલમાં જ તેના સંકેત આપ્યા છે.
કેનેડાની મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપની ડેટાવિંડ 200 રૂપિયામાં આખું વર્ષ ઇન્ટરનેટ ડેટાનો પ્લાન રજૂ કરી શકે છે. તેના માટે કંપનીએ પોતાના ટેલીકોમ સેવા કારોબારમાં 100 કરોડ રૂપિયાનાં રોકાણની યોજના બનાવી છે, જેથી તે લાઈસન્સ મળ્યા બાદ પ્રથમ છ મહિનામાં રોકાણ કરશે.
ડેટાવિંડના અધ્યક્ષ અને સીઈઓ સુનીત સિંહ તુલીએ કહ્યું કે, અમે એક મહિનાની અંદર લાઈસન્સ મળવાની ધારણા છે. ડેટાવિંડ કારોબાર શરૂ કરવા માટે પ્રથમ છ મહિનામાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશું. કંપનીનું ધ્યાન ડેટા સેવાઓ પર રહેશે. ડેટાવિંડે 3જી ટેકનીક પર આધારિત વિદ્યાટેબ-પંજાબી રજૂ કર્યું છે. તેની કિંમત 3999 રૂપિયા રાખવામાં આવી છે.
સસ્તા સ્માર્ટફોન અને ટેબલે બનાવતી ડેટાવિંડને સમગ્ર દેશમાં વર્ચ્યુઅલ નેટવર્ક સેવાઓ આપવા માટે લાઈસન્સ માટે આરજી કરી છે. આ લાઈસન્સ મળ્યા બાદ કંપની ડેટા સર્વિસીસ અને મોબાઈલ ટેલિફોનની સેવાઓ રજૂ કરવામાં સક્ષમ હશે. જોકે, આ કંપની પોતાની સેવા માત્ર કોઈ ઉપલબ્ધ ટેલિકોમ કંપનીની સાથે ભાગીદારીની સાથે જ આપી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -