નોટબંધી બાદ એક પણ હાઈ ક્વોલિટીની નકલી નોટ નથી પકડાઈ, લાંબી લાઈન માટે લોકો જવાબદાર
સરકારે કહ્યું કે, ચલણથી બહાર કરવામાં આવેલ નવી નોટ બદલવા માટે નક્કી કરવામાં આવેલ ભારતીય રિઝર્વ બેંકના કાર્યલયની બહાર લાંબી લાઈનો અપાત્ર વ્યક્તિઓના આવવાને કારણે થઈ. ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર-ડિસેમ્બર 2016 દરમિયાન ભારતમાંથી બહાર રહેલા ભારતવાસીઓને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે 31 માર્ચ 2017 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનઆરઆઈ માટે આ છૂટ 30 જૂન સુધી છે. આ જૂની નોટ ભારતીય રિઝર્વ બેંકની મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને નાગપુરના કાર્યલયોમાં બદલાવી શકાય છે. મેધવાલે જણાવ્યું કે, અનેક લોકો રિઝર્વ બેંકના કાઉન્ટર પર એવા ઉભા રહ્યા જે યોગ્ય ન હતા. તેના કારણે લાંબી લાઈનો થઈ.
નાણાં રાજ્યપ્રધાન અર્જુનરામ મેધવાલે એક પ્રશ્નના લેખીત જવાબમાં રાજ્ય સભાને જણાવ્યું કે, સરકાર નકલી ભારતીય ચલણની મુશ્કેલીનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલયમાં એક વિશેષ સેલની સ્થાપના કરવા સહિત અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, નોટબંધી બાદથી સારી ગુણવત્તાવાળી એક પણ નકલી નોટ મળી નથી.
નવી દિલ્હીઃ સરકારે રાજ્ય સભાને જણાવ્યું કે, નોટબંધી બાદથી એક પણ સારી ક્વોલિટીની નકલી નોડ મળી નથી. જોકે, ભારત-બાંગ્લાદેશની સરહદ પર બીએસએફ અને એનઆઈએ દ્વારા કેટલીક સ્કેન કરવામાં આવેલ ફોટોકોપી કરવામાં આવેલ નોટ ચોક્કસ જપ્ત કરવામાં આવી છે. બીજી બાજુ સરકારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કાર્યાલયોની બહાર લાંબી લાઈને માટે અપાત્ર વ્યક્તિને જવાબદાર ગણાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -