10 દિવસ બાદ ક્રેડિટ કાર્ડનું બિલ અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું થઈ જશે મોંઘુ, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ કંપનીઓ, બેંક અને વીમા કંપનીઓએ એક જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) લાગુ થયા બાદ વધારે ટેક્સ ચૂકવવાને લઈને ચેતવણી મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે. હાલમાં આ સેવાઓ પર ગ્રાહકોએ 15 ટકા સર્વિસ ટેક્સ આપવો પડે છે. એક જુલાઈથી તમામ પરોક્ષ કર જેમ કે સર્વિસ ટેક્સ અને વેટ જીએસટીમાં આવરી લેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંસદના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં 30 જૂનની મધરાતે દેશનું સૌથી મોટું ટેક્સ રીફોર્મ જીએસટી લોન્ચ થશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. જીએસટી કાઉન્સિલે ગુડ્ઝ એન્ડ સર્વિસીસ માટે ટેક્સ રેટના ચાર સ્લેબ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા નક્કી કર્યા છે.
એસબીઆઇએ પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલીને વધુ ટેક્સ બાબતે એલર્ટ કર્યા છે. એસબીઆઇ કાર્ડ તરફથી મોકલવામાં આવેલા એસએમએસમાં જણાવ્યું છે કે, `આવશ્યકઃ ભારત સરકાર 1 જુલાઇ 2017થી જીએસટી લાગુ કરવા જઇ રહી છે. તે પછી હાલના 15 ટકા સર્વિસ ટેક્સના બદલે 18 ટકા જીએસટી રેટ થઇ જશે.' સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને એચડીએફસી બેન્કે પણ આ એલર્ટ મોકલ્યા છે.
ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે પોતાના ગ્રાહકોને ઇમેલ મોકલીને જણાવ્યું છે કે ટર્મ પોલિસીના પ્રીમિયમ અને યુનિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પોલિસી પર ફંડ મેનેજમેન્ટ ચાર્જિસ જીએસટી લાગુ થયા પછી 18 ટકા થઇ જશે. આ બધી પ્રોડક્ટ્સ પર 15 ટકા સર્વિસ ટેક્સ લાગે છે. એન્ડોમેન્ટ પોલિસી માટે પ્રીમિયમ પેમેન્ટ પર 2.25 ટકા રેટથી જીએસટી લાગુ પડશે. હાલ કસ્ટમર્સને એન્ડોમેન્ટ પોલિસી પર 1.88 ટકા સર્વિસ ટેક્સ આપવો પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -