શું ડીઝલથી સસ્તું થઈ જશે બાયોડીઝલ? GST 18%થી ઘટાડીને 5% કરવાનું કહેશે પરિવહન મંત્રી
જુલાઈમાં બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સંદીપ યતુર્વેદીએ બાયોડીઝલ પર વધુ ટેક્સને કારણે તે ડીઝલ કરતાં પણ મોંઘુ થઈ ગયું છે. વધારે ટેક્સ હોવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી બાયો ડીઝલની માગ ઘટી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2022 સુધી ડીઝલમાં 5 ટકા બાયોડીઝલ અને પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભેળવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, આમ થવા પર બાયોડીઝલનું બજાર 50,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, હાલના સમયમાં આ માતર્ 6500 કરોડ રૂપિયાનું બજાર છે. 2022 સુધી ટાર્ગેટ પૂરો કરવા માટે 675 લીટર બાયોડીઝલ અને 450 કરોડ લીટર ઇથેનોલની જરૂરત પડશે.
બાયોડીઝલ પ્લાન્ટ ઉપરાંક અનેક પ્રકારની વનસ્પતિ અને પશુ ચરબીમાંથી મળે છે, તેને સામાન્ય ડીઝલની સાથે ભેળવવામાં આવે છે જેથી દેશમાં ડીઝલની આયાતમાં ઘટાડો આવી શકે અને ડીઝલનો વપરાશ થવા પર ઓછું પ્રદૂષણ ફેલાય. આવાત 6 વર્ષ દરમિયાન દેશમાં બાયોડીઝલનું બજાર 6 ગણું કરવાનો ટાર્ગેટ છે.
નવી દિલ્હીઃ બાયોડીઝલ પર લાગતો 12 ટકા જીએસટી ટૂંકમાં જ ઘટી જશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નિવેદનમાં કહ્યું કે, તે નાણાં મંત્રાલયને બાયોડીઝલ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટતા કરવા માટે કહેશે. જો આમ થાય તો તેનાથી બાયોડીઝલની કિંમતમાં ભારે ઘટાડો આવી શકે છે. બાયોડીઝલ નિર્માતાઓએ પણ સરકારને ટેક્સ ઘટાડવાની માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -