ક્રેડિટ કાર્ડથી યૂટિલિટી બિલ ચૂકવવા પર બે વખત GST લાગશે એ મેસેજ સાચો છે, જાણો હકીકત
માટે જીએસટી લાગુ થયા બાદ પણ સમયસર ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરવા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. માત્ર વાર્ષિક ચાર્જ, લેટ પેમેન્ટ ફી, પ્રોસેસિંગ ચાર્જ, ઇન્ટરેસ્ટ, ઈએમઆઈ પર જ જીએસટી ચૂકવવો પડે છે. જે હવે 18 ટકા દરે લાગે છે. માટે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલ ખરીદી બાદ સમયસર બિલની ચૂકવણી નહીં કરો તો તમારે લેટ પેમેન્ટ ફી જીએસટી સાથે ચૂકવવી પડશે. ઉપરાંત ક્રેડિટ સમય પૂરો થયા સુધીમાં પેમેન્ટ ન કરવા પર વ્યાજ પર પણ તમારે જીએસટી ચૂકવવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને કેન્દ્રિય રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ મહત્ત્વનો ખુલાસો કર્યો છે. હસમુખ અઢિયાએ ટ્વિટરની મદદથી આ અફવા અંગે ખુલાસો કર્યો છે. હસમુખ અઢિયાએ ટ્વિટર પર લખ્યું કે, 'ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા યૂટિલિટી બિલનું પેમેન્ટ કરવા પર બે વખત જીએસટી ચૂકવવો પડશે. જોકે આમાં કોઈ તથ્ય નથી. મહેરબાની કરીને સત્તાવાર ઓથોરિટી પાસેથી તપાસ કર્યા વગર આ પ્રકારની કોઈ અફવાને આગળ ફોરવર્ડ ન કરો.'
વાયરલ થઈ રહેલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા યૂટિલિટી બિલ ચૂકવવામાં આવશે ત્યારે પ્રથમ વખત જીએસટી ચૂકવવો પડશે અને બાદમાં જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવશે અને તેનું રોકડ, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરવામાં આવશે ત્યારે તેના પર બીજી વખત જીએસટી ચૂકવવો પડશે.
નવી દિલ્હીઃ 1લી જુલાઈથી જમ્મુ કાશ્મીરને છોડીને સમગ્ર દેશમાં જીએસટી લાગુ થઈ ગયો છે. જોકે દેશમાં અનેક ભાગોમાં જીએસટીને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે. વેપારીઓ અને ગ્રાહકોમાં પણ જીએસટીના નિયમોને લઈને અનેક મુંઝવણો પ્રવર્તી રહી છે. જોકે આ સમસ્યાની વચ્ચે કેટલીક અફવાઓ પર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાંથી એક એફવા એવી છે કે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ટેલીફોન, મોબાઈલ, ગેસ અને ઇલેક્ટ્રિસીટી જેવા યૂટિલિટી બિલનું પેમેન્ટ કરશો તો તમારે બે વખત જીએસટી ચૂકવવો પડશે. એટલે કે તમારે બે વખત કર ચૂકવવો પડશે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક યૂટિલિટી બિલ પર પણ પહેલા સર્વિસ ટેક્સ લાગતો હતો જે 15 ટકાના દરે હતો. જેના પર હવે 18 ટકાના દરે જીએસટી લાગે છે.
જોકે સમજવા જેવી વાત એ છે કે, જીએસટી લાગુ ન હતો એ પહેલા ક્રેડિટ કાર્ડ પર સર્વિસ ટેક્સ લાગતો હતો જે 15 ટકાના દરે લાગતો હતો. ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પર પહેલા પણ સર્વિસ ટેક્સ લાગતો ન હતો પરંતુ. ક્રેડિટ કાર્ડનું વાર્ષિક ચાર્જ, પ્રોસેસીંગ ફી, લેટ પેમેન્ટ ફી, ઈએમઆઈ, મોડી ચૂકવણી પર લાગતા વ્યાજ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. જોકે સમયસર ચૂકવણી કરવા પર કોઈપણ પ્રકારનો સર્વિસ ટેક્સ આપવો પડતો ન હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -