હવે ટ્રેનની ટિકિટ 360 દિવસ પહેલા બુક કરાવી શકાશે, જાણો કોણ આ સુવિધાનો લાભ લઈ શકશે
જો કે આ સુવિધા માત્ર મેલ, એક્સપ્રેસ ટ્રેન, રાજધાની શતાબ્દી, ગતિમાન તથા તેજસ ટ્રેન પૂરતી જ મર્યાદિત રહેશે. તથા આ ઓફરનો લાભ ટ્રેનોમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, તથા એકઝીકયુટીવ કલાસમાં જ લાગુ પડશે. થર્ડ એસી તથા તથા સ્લિપર ક્લાસમાં આ સુવિધા અંતર્ગત ટિકિટ બુક કરાવી નહીં શકાય. આમ હવે તેઓ ઘેર બેઠા ૩૬૦ દિવસ પહેલા પોતાની મુસાફરી કન્ફર્મ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ભારત ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ હવે 360 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશે. અત્યાર સુધી વિદેશી પ્રવાસીઓ 120 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકતા હતા. આ સુવિધાનો લાભ એનઆરઆઈને પણ મળશે.
ઇન્ડિયન રેલવે ચાલુ સપ્તાહે જ આ સુવિધાની સત્તાવાર જાહેરાત કરશે. રેલવેએ પ્રવાસી ભારતીયો અને વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરી છે, જેથી તે લોકો દેશમાં પ્રવાસ કરવા માટે સરળતાથી ટિકિટ બુક કરાવી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -