પાન કાર્ડ, ફોન નંબર બાદ ડ્રાઈવિંગ લાઈસન્સનો વારો, આધાર સાથે કરવું પડશે લિંક
આધાર લિન્ક થતાં અનેક ફાયદા થશે જેમાં માર્ગ નિયમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ એક જગ્યાએ ગુનો કર્યા બાદ બીજા નામે ક્યાંય લાઇસન્સ નહીં બનાવી શકે. જો ક્યાંય કોઈ દુર્ઘટના સર્જાય તો પીડિતની ઓળખ થઈ શકશે. જો કોઈએ મેડિકલ ઈન્શ્યોરન્સ કરાવ્યો હશે તો દુર્ઘટનાની સ્થિતિમાં તેને તાત્કાલિક તેનો લાભ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ કે આવી નોટિસ એવા માર્ગો માટે હોય જ્યાં સીસીટીવી લાગેલા હશે. જેથી સંબંધિત વ્યક્તિને નિયમ ભંગની તસવીર મોકલી શકાય. બીજું કે જો સીસીટીવી નથી તો ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા પોલીસવાળા કે પરિવહન વિભાગના કર્મચારી માર્ગ પર નિયમ ભંગનો ફોટો ખેંચી પુરાવા તરીકે ચલણ સાથે અટેચ કરે. પરિવહન મંત્રાલય દેશના વ્યસ્ત રાજમાર્ગોને સીસીટીવીથી લેસ કરવા માટે રાજ્યો સાથે ચર્ચા કરી રહ્યો છે. તે ઉપરાંત ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવાની પ્રક્રિયા પણ બે તબક્કામાં પૂર્ણ કરાશે. પ્રથમ નવા લાઈસન્સ આધાર વિના નહીં બનાવાય. બીજું એક નક્કી સમયગાળામાં જૂના લાઈસન્સને આધાર સાથે લિન્ક કરાશે.
દેશમાં 18 કરોડથી વધુ લોકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ છે. જોકે 1.12 અબજ લોકો પાસે આધારકાર્ડ છે. કુલ વસતીના 88.2 ટકા છે. બીજી બાજુ દેશમાં 2.25 કરોડથી વધુ કાર છે. એટલે કે દર 1000 વ્યક્તિએ 18 કાર છે. દેશમાં 16 કરોડથી વધુ ટુ-વ્હિલર છે. દરરોજ સરેરાશ લગભગ 54 હજાર ગાડીઓનું રજિસ્ટ્રેશન થાય છે.
રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, તેના વિશે પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે પણ ચર્ચા કરી છે. તે ડિજિટલ હરિયાણા સમિટમાં બોલી રહ્યા હતા. તે માટે દેશના પરિવહન કાર્યાલયોની સિસ્ટમને આધાર સિસ્ટમ સાથે લિંક કરાશે. કામ 1 વર્ષમાં શરૂ કરાશે. બીજી બાજુ કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર પણ વિચારી રહી છે કે જો કોઈ વ્યક્તિનું ચલણ બનશે અને તે નહીં ચૂકવે તો તેના ખાતામાંથી પૈસા સીધા પરિવહન વિભાગને જતા રહેશે. જોકે તેના પહેલા બે પગલાં ભરવાની પણ વાત કરાઈ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હવે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, એક વ્યક્તિને ડ્રાઈવિગં લાઈસન્સ જારી કરવાની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર ટૂંકમાં જ ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવાની શરૂઆત કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રીએ કહ્યું કે, આધાર સાથે પાન જોડ્યા બાદ સરકાર હવે આધારને ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે પણ જોડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -