જો કેન્દ્ર સરકારની દાનત હોય તો માત્ર 43 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ મળે, જાણો પેટ્રોલ-ડીઝલનું આખું ગણિત....
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલ 70.39 રપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 79.50 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. ડીઝલની સ્થિતિ પણ કંઈક આવી જ છે. પેટ્રોલ-ડીઝલની કિંમત વિતેલા ત્રણ વર્ષની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમત ઘટ્યા બાદ પણ દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘટી નથી રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફેરફાર માટે પગલા લે તો હાલની કિંમત કરતાં અડધી થઈ શકે છે. જો સરકાર ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની વાત માની લે તો 1 લિટર પેટ્રોલ માત્ર 43 રૂપિયામાં મળશે અને એક લિટર ડીઝલ માત્ર 41 રૂપિયામાં મળશે.
ધર્મેન્દ્ર પ્રધાને ટવીટ્ કર્યુ હતુ કે, પેટ્રોલીયમ પ્રોડકટની ન્યાય સંગત કિંમતો માટે તેને જીએસટીના અંતર્ગત લાવવુ એ જ એક રસ્તો છે. પેટ્રોલીયમ પ્રોડકટના ભાવ અત્યારે ૩ વર્ષમાં ઉચ્ચતમ સપાટી ઉપર છે. પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવાથી કિંમતોમાં ઘટાડો આવશે.
અત્યારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ લીટરે રૂપિયા ૮૦ થઇ ગયો છે તો દિલ્હીમાં લીટરે રૂપિયા ૭૦ની આસપાસ છે. જો પેટ્રોલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે તો અને જીએસટીના વધુમાં વધુ દર 28 ટકા પ્રમાણે ટેક્સ લેવામાં આવે તો દિલ્હીમાં તેનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 43 રપિયાની આસપાસ થઈ જાય. અને ડીઝલ 41 રૂપિયા લિટરે મળી શકે. ઓગષ્ટ-ર૦૧૪માં છેલ્લે પેટ્રોલ પ્રતિલીટર રૂપિયા ૭૦ના ભાવે વેચાયુ હતુ. એ સમયે ક્રુડનો ભાવ ૯૮ ડોલર હતો. હાલ ક્રુડનો ભાવ પ૦ ડોલરની આસપાસ છે. આમ છતાં પેટ્રોલ અને ડિઝલ મોંઘાદાટ થઇ ગયા છે.
રિફાઇનારીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ રૂપિયા ર૬.૬પ છે. ડિલરોને તે ૩૦.૭૦માં પડે છે પરંતુ દિલ્હીમાં પેટ્રોલ ૭૦.૩૯ રૂપિયા પ્રતિ લીટરે વેચાય છે આનો અર્થ એ છે કે પ્રતિલીટર ૩૯.૪૧ રૂપિયા ટેકસ તરીકે અને ડિલરોના કમીશન સ્વરૂપમાં જઇ રહી છે. હવે જયારે મોટાભાગની પ્રોડકટ જીએસટીના અંતર્ગત આવી ગઇ છે છતાં પેટ્રોલ-ડિઝલ હજુ પણ વેટ સિસ્ટમ પ્રમાણે છે.
જો પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો તેના ભાવ ઘટી જશે. જો ૧ર ટકાના ટેકસમાં રાખવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૩૮.૦૧ થાય. જે વર્તમાન ભાવથી ૩ર રૂપિયા જેટલુ સસ્તુ થાય. ૧૮ ટકા ટેકસ રેટ અનુસાર દિલ્હીમાં ભાવ ૪૦.૦પ રૂપિયા થાય અને ર૮ ટકાના દરથી દિલ્હીમાં ભાવ ૪૩.૪૪ રૂપિયા થાય તેમ છે. હાલ દિલ્હીમાં ડિઝલનો ભાવ પ૮.૭ર છે. ૧ર ટકા જીએસટી અનુસાર તેનો ભાવ ૩૬.૬પ રૂપિયા પ્રતિ લીટર થાય. ૧૮ ટકા મુજબ ડિઝલ ૩૮.૬૧ મળે અને ર૮ ટકાના રેટ અનુસાર ડિઝલનો ભાવ ૪૮.૮૮ રૂપિયા થાય તેમ છે. આશ્ચર્યની વાત એ છે કે ર૦૧૪-૧પમાં પેટ્રોલીયમ પ્રોડકટ પર મળતી આવક રૂપિયા ૩.૩ર લાખ કરોડ હતી અને ર૦૧૬-૧૭માં તે રૂપિયા પ.ર૪ લાખ કરોડ થઇ છે.
નવેમ્બર ર૦૧૪ પછી પેટ્રોલ પર એકસાઇઝ ડયુટી પ૪ ટકા જેટલી વધી ગઇ છે. જો વેટના હિસાબથી જોઇએ તો સરેરાશ આધાર પર ૪૬ ટકાનો વધારો થયો છે તો ડિલરોના કમીશનમાં ૭૩ ટકાનો વધારો થયો છે. આ જ પ્રકારે ડિઝલના મામલામાં પણ એકસાઇઝ ડયુટી ૧પ૪ ટકા વધી ગઇ છે. વેટમાં ૪૮ ટકા વૃધ્ધિ છે. ર૦૧૪ બાદ પેટ્રોલ-ડિઝલ પર ૧ર વખત એકસાઇઝ ડયુટી વધારવામાં આવી છે.
અલગ-અલગ રાજયોમાં વેટના અલગ-અલગ દરને કારણે પેટ્રો પેદાશોના ભાવ અલગ-અલગ છે. દિલ્હીમાં ર૭ ટકા વેટ લાગે છે તો મુંબઇમાં ૪૭.૬૪ ટકા વેટ લાગે છે. આના કારણે બે શહેરોમાં પેટ્રોલના ભાવમાં ૯ રૂપિયાનું અંતર જોવા મળે છે. કેન્દ્ર પેટ્રોલ અને ડિઝલ પર એકસાઇઝ ડયુટી લગાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -