Rolls Royceએ ભારતમાં લોન્ચ કરી 9.5 કરોડ રૂપિયાની ‘ફેન્ટમ’, જાણો કેવા છે સ્પેસિફિકેશન
નવી દિલ્હીઃ આઈકોનિક કાર બ્રાન્ડ રોલ્ય રોયસે ગુરુવારે પોતાની 8મી જનરેશનની લક્ઝરી સેડાન ફેન્ટમ કાર ભારતમાં લોન્ચ કરી છે. આ કારની કિંમત 9.5 કરોડ રૂપિયાથી લઈને 11.35 કરોડ રૂપિયા સુધીની છે. આ કિંમત ગ્રાહકના સ્પેસિફિકેશન પર આધાર રાખે છે. નવા સ્પેકફ્રેમ પર બનેલ ફેન્ટમ ચારેય ખુણે એર સસ્પેંશન સિસ્ટમથી સજ્જ છે. તેમાં 130 કિલોના સાઉન્ડ ઇન્સૂલેસન, ડબલ લેમિનેટેડ ગ્લાસ અને ડ્યૂઅલ સ્કિલ અલોયસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રોડક્ટ લાઇન અપ અંગેના એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, `કુલિનન આ વર્ષ અંત સુધીમાં ભારતીય બજારમાં આવી જશે. હજુ સુધી અમારી પાસે ફેન્ટમ અને ઘોસ્ટ એક્સ્ટેન્ડેબલ બેઝ, રેથ અને ડોન છે. આ વર્ષના અંત સુધીમાં અમે ભારતમાં 5 મોડલ લોન્ચ કરીશું.'
તેમણે ક્હ્યું કે, `કાર પ્રાઇસિંગથી 214 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીની સાથે જીએસટી પણ સામેલ હોય છે. અમે આ દરમિયાન ઘણો ફેરફાર જોયો અને નિશ્ચિત રીતે બિઝનેસ માટે તે સારું નથી.'
રોલ્સ-રોયસ મોટર કાર્સ (એશિયા પેસિફિક)ના રીજન ડાયરેક્ટર પોલ હેરિસે આ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે, `અમારી પાસે એક સારા પાર્ટનર (કેયુએન એક્સક્લુઝિવ) છે. ભારતના મોટા ઓટોમોટિવ હબ ગણાતા ચેન્નાઇ અને અને દક્ષિણ ભારતમાં કંપનીનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે.' કેયુએન એક્સક્લુઝિવ ચેન્નાઇ અને હૈદરાબાદમાં કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર છે. કંપનીના દક્ષિણ ભાગમાં 5 આઉટલેટ છે.
Phantom VIII 6.75 લિટર ટવિન-ટર્બોચાર્જ્ડ V12 એન્જિન ધરાવે છે જે 563hpની તાકાત અને 900Nm ટોર્ક આપે છે. તે માત્ર 5.4 સેકન્ડમાંજ 0-100 કિમિ પ્રતિ કલાક પર પહોંચી શકે છે. નવી ફેન્ટમ સિરીઝ તેની અગાઉની કારો કરતા 30 ટકા વધારે હળવી છે અને તેમાં લેસર લાઇટ ટેકનોલોજી છે જે વધુ સલામતી માટે રાત્રે 600 મીટર સુધી લાઇટ ફેંકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -