15 ટકા રોકાણપાત્ર રકમ શેર બજારોમાં રોકશે EPFO
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં પ્રોવિડન્ટ ફંડ સંગઠને બીએસઇના સેન્સેક્સ અને એનએસઇના નિફ્ટી એમ ઇન્ડેક્સ સાથે સંકળાયેલા બે ઇટીએફ્સ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્ઝ)માં રોકાણ કર્યું છે. આનાથી આશરે ૧૮.૧૩ ટકાનું વળતર મળે છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૩૦ માર્ચે મળનારી સીબીટીની બેઠકમાં રોકાણની આ દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આગળ જણાવ્યું કે, અમે આગામી નાણાકીય વર્ષથી ૧૫ ટકા સુધીનું રોકાણ કરવાની દરખાસ્ત કરી રહ્યા છીએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ની બેઠક ૩૦ માર્ચે યોજાશે. અમે તેનો અભિપ્રાય માગીશું. છેલ્લાં દોઢ વર્ષમાં અમે રૂપિયા ૧૮,૦૬૯ કરોડનું રોકાણ કરી દીધું છે.
દત્તાત્રેયે કહ્યું હતું કે ફંડ મેનેજરો થકી ઇપીએફઓએ ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા ૧૪,૭૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. એક સિનિયર અધિકારીએ કહ્યું કે નાણાં મંત્રાલયે દર વર્ષે સંગઠનની રોકાણપાત્ર આવકનો પાંચથી ૧૫ ટકા હિસ્સો ઇપીએફઓમાં રોકવા માટે તેની મંજૂરી આપી છે.
હૈદ્રાબાદઃ શેર બજારમાં આવેલ તેજીની વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આગામી નાણાકીય વર્ષથી પોતાની રોકાણયોગ્ય રકમમાંથી 15 ટકા શેરમાં રોકાણ કરશે. કેન્દ્રીય શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેયે આ વાત કહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -