બાબા રામદેવની પતંજલિની 6 પ્રોડક્ટ નેપાળની લેબ ટેસ્ટમાં ફેલ, તાત્કાલીક પરત લેવાનો આદેશ
બીજી બાજુ પતંજલિ આયુર્વેદના સૂત્રોએ કહ્યું કે, દવાઓ પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો, પરંતુ દવાઓના એક ખાસ જથ્થાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે પરીક્ષણાં ફેલ થઈ છે. તેમણે કહ્યું, જો સંબંધિત દવા હલકી ગુણવત્તાની મળી આવશે તો અમે તાત્કાલીક તેને બજારમાંથી દૂર કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિભાગના એક અધિકારીએ કહ્યું, દવાઓના એક જથ્થાનું વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં રોજગીવી બેક્ટેરિયા મળ્યા. વિભાગે સંબંધિત પક્ષોને તાત્કાલીક અસરથી આ દવાઓ ન વેચવા અથવા તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવા કહ્યું છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર નેપાળ સરકારે બાબા રામદેવને મોટો ઝાટકો આપ્યો છે. નેપાળની દવા નિયામકે બાબા રામદેવની પંતજલિની સાત આયુર્વેદિક દવાઓ લેબ ટેસ્ટમાં હલકી ગુણવત્તાની જણાતા પરત લેવાનો આદેશ આપ્યો છે.
નેપાળના દવા પ્રશાસન વિભાગે બુધવારે જારી એક સાર્વજનિક નોટિસમાં કહ્યું કે, ઉત્તરાખંડ સ્થિત દિવ્ય ફાર્મસીમાં બનેલ સાત દવાઓ પરીક્ષણમાં હલકી ગુણવત્તાની મળી આવી છે. સૂક્ષ્મજીવી સંબંધી ટેસ્ટમાં જે દવા હલકી ગુણવત્તાની મળી આવી છે તે પતંજલિની બક્તોલવ, આંબળા ચૂર્ણ, દિવ્ય ગૈસહર ચૂર્ણ, બકુચી ચૂર્ણ, ત્રિફલા ચૂર્ણ, અગંધા અને અદ્વેય ચૂર્ણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -