FY 2016-17 માટે EPF પર મળશે 8.65 ટકા વ્યાજ, EPFOએ વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે
ઈપીએફઓનો નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસે વિતેલા વર્ષે ડિસેમ્બરમાં ખાતાધારકોને 8.65 ટકા વ્યાજ આપવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. અત્યરા સુધી બોર્ડના નિર્ણયને જ નાણાં મંત્રાલય માનતું આવ્યું છે. નાણાં મંત્રાલય જેવી જ વ્યાજ દરને મંજૂરી આપી દે છે તે ઈપીએફઓ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ (સીબીડી)એ 8.65 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. અમારું મંત્રાલય આ મામલે નાણાં મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે. 8.65 ટકા વ્યાજ આપ્યા બાદ અમારી પાસે 158 કરોડ રૂપિયા વધારાના રહેશે. તેમણે કહ્યું કે, જરૂરત હોવા પર નાણાં મંત્રાલય સાથે વાત કરીશું. હું તેમને તેને મંજૂરા આપવા માટે આગ્રહ કરીશ. કોઈપણ રીતે આ વ્યાજ ખાતાધારકોને આપવામાં આવશે. પછી હવે તે ક્યારે અને કેવી રીતે આપવામાં આવશે તે સવાલ છે.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના અંદાજે ચાર કરોડ ખાતાધારકોને નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફ પર 8.65 ટકાના દરે વ્યાજ મળશે. શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેયે ગુરુવારે આ જાણકારી આપી.
દત્તાત્રેયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવા સમાચરા આવી રહ્યા છે કે નાણાં મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલયને ઈપીએફ વ્યાજ દરમાં અડધો ટકો ઘટાડો કરવા માટે કહી રહ્યું છે. દત્તાત્રેયને પૂછવામાં આવ્યું હતું કે, શું નાણાં મંત્રાલય વ્યાજ દરમાં ઘટાડો કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે ના એવું નથી.
આ પહેલા નાણાં મંત્રાલયે 2015-16માં બોર્ડ દ્વારા નક્કી વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. બોર્ડે 8.8 ટકા વ્યાજ નક્કી કર્યું હતું જેને નાણાં મંત્રાલયે ઘટાડીને 8.7 ટકા કર્યું હતું. નાણાં મંત્રાલયના આ નિર્ણયનો સમગ્ર દેશમાં વિરોધ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -