નોટબંધી છતાં ટેક્સની આવકમાં થયો વધારોઃ અરૂણ જેટલી
જણાવીએ કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ રદ કરી દીધી હતી. મોદી સરકાર અનુસાર, કાળાનાણાંની ધરપકડ માટે આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સમગ્ર દેશમાં અચાનક ઉભી થયેલ રોકડની અછતને લઈને સરકાર પર વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે જણાવ્યું કે, પ્રત્યક્ષ કરમાં પણ 12.01 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે કસ્ટમ ડ્યૂટી વિતેલા વર્ષની તુલનામાં 4 ટકા વધી છે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યમાં વેટની આવકમાં વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે, રોકડની અછત હોવા છતાં ટેક્સની આવકમાં વધારો નોંધાયો છે.
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે નોટબંધી બાદ પણ સરકારની ટેક્સની આવકમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, પરોક્ષ ટેક્સ વિતેલા વર્ષની સામે 25 ટકા વધ્યો છે જ્યારે ઉત્પાદન કર એક્સાઈ ટેક્સમાં વિતેલા વર્ષની તુલનામાં 43 ટકાનો વધારો નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -