ટ્રાન્ઝેક્શન ચાર્જનો નિર્ણય મુલત્વી, પેટ્રોલ પંપ પર ચાલશે ક્રેડિટ-ડેબિટ કાર્ડ
ઉલ્લેખનીય છે કે સરકારે કાર્ડથી પેમેન્ટને પ્રોત્સાહન માટે ગયા મહિને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પર કાર્ડથી પેમેન્ટ કરવા માટે ૦.૭૫ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે પ્રત્યેક કિલોલીટર ઈંધણ (પેટ્રોલ ડીઝલ) દીઠ ફિક્સ કરી દેવાય છે ત્યારે આ પ્રકારના વધારાના ચાર્જનો બોજ દૂર કરવા માટે કાર્ડથી ચૂકવણી બંધ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. મુંબઈ પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મોટાભાગના પેટ્રોલ પંપધારકો એચડીએફસીના પોઈન્ટ ઓફ સેલ મશીનનો ઉપયોગ કરે છે.
અગાઉ બંસલે કહ્યું કે અમને એચડીએફસી અને અન્ય બેન્ક દ્વારા કહેવાયું છે કે તેઓ ક્રેકિડ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર એક ટકા અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાથી ૧ ટકા વચ્ચે ચાર્જ વસૂલશે.
આ નિર્ણયથી પેટ્રોલિયમ મંત્રાલયે પણ આશ્ચર્ય દર્શાવીને કહ્યું હતું કે બેન્કો પીઓએસ પર ચાર્જ વસૂલશે તેવું તેના ધ્યાનમાં પણ નથી. અંતે મોડી રાત્રે બેન્કોએ જાહેરાત કરી કે તેઓ સંબંધિત તમામ પક્ષો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેશે. જેને પગલે હાલ પૂરતું ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ માટે પેમેન્ટમાં કોઈ તકલીફ નહીં પડે.
અગાઉ રવિવારે ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય બંસલે એક નિવેદનમાં કહ્યું હતું કે પીઓએસ પર એક ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) લાગુ કરવામાં આવતો હોવાથી તેના વિરોધમાં અમે ૯મી જાન્યુઆરી, ૨૦૧૭થી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ મારફતે પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા બેન્કોએ પોઈન્ટ ઓફ સેલ(PoS) મશીનના ઉપયોગ પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શનદીઠ એક ટકા ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો તેના વિરોધમાં પેટ્રોલ પંપ માલિકોએ કાર્ડથી પેમેન્ટ બંધ કરવાનો આ નિર્ણય લીધો હતો. જોકે મોડી રાત્રે બેન્કોએ આ ટેક્સ વસૂલવાનો નિર્ણય પાછો ઠેલતા પેટ્રોલ પંપ ડીલરોએ પણ તેમનો નિર્ણય પાછો ઠેલ્યો હતો. આમ, ૧૩મી સુધી હાલ તો પેટ્રોલ પંપ પર કાર્ડ સ્વીકારાશે.
નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ માલિકો અને બેંકોની વચ્ચે કાર્ડ પેમેન્ટને લઈને શરૂ થયેલ વિવાદનું હાલમાં સમાધાન થઈ ગયું છે. 13 જાન્યુઆરી સુધી હવે પેટ્રોલ પંપ પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે. આગળ શું નિર્ણય લેવામાં આવશે તે બેંકો અને સરકારની વચ્ચે મળનારી બેઠકમાં નક્કી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -