નાણાં મંત્રાલયે 2016-17 માટે EPF પર 8.65% વ્યાજને મંજૂરી આપી, 4 કરોડ ખાતાધારકોના ખાતામાં જમા થશે રકમ
નવી દિલ્હીઃ શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે ગુરુવારે જણાવ્યું કે, નાણાં મંત્રાલયે નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફ પર 8.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. તેનાથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના ચાર કરોડથી વધારે ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદતાત્રેયે કહ્યું છે કે હવે આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવશે. અમે આ અંગે ઝડપથી નોટિફિકેશન બહાર પાડીશું અને પીએફ હોલ્ડર્સના એકાઉન્ટમાં ઈન્ટરેસ્ટ ક્રેડિટ કરીશું.
ઈપીએફઓ વિશે નિર્ણય લેનારી મુખ્ય બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટસ્ટ્રીઝે ગત વર્ષે ડિસેમ્બરમાં ઈપીએફઓ પર 8.65 ટકા વ્યાજ દર જાહેર કર્યો હતો. જોકે તે ગત વર્ષની સરખામણીમાં ઓછો છે. સીબીટી પીએફ ફન્ડમાં રોકવામાં આવેલી રકમ પર મળનારા રિટર્નના આધારે ઈન્ટરેસ્ટ ડિકલેર કરે છે.
મેમ્બર્સને પીએફ ડિપોઝિટ પર 8.65 ટકા ઈન્ટરેસ્ટ આપ્યા બાદ 160 કરોડ રૂપિયા સરપ્લસ છે. જો ઈપીએફઓએ 160 કરોડ રૂપિયાના સરપ્લસનો યુઝ કર્યો હોત તો મેમ્બર્સને પીએફ ડિપોઝિટ પર 8.8 ટકા ટકા ઈન્ટરસ્ટ આપી શકયા હોત.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફાઈનાન્સ મિનિસ્ટ્રી ઈપીએફઓ પર ઈન્ટરેસ્ટ રેટ ઓછો રાખવાનું દબાણ કરી રહી હતી. મિનિસ્ટ્રી ઈચ્છે કે ઈપીએફ પરનો ઈન્ટરસ્ટ રેટ પણ સ્મોલ સેવિંગ સ્કીમ પર મળી રહેલા ઈન્ટરસ્ટ રેટ પણ સ્મોલ સેવિંગ સ્કીમ પર મળી રહેલા ઈન્ટરસ્ટ રેટની આસપાસ રહે.
ઈપીએફઓએ શેરબજારમાં લગભગ 18,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગત વર્ષે આ સ્કીમ પર ઈપીએફઓને લગભગ 13 ટકાનું રિટર્ન મળ્યું છે. ઈપીએફઓ શેરબજારમાં હાલની ઈન્વેસ્ટમેન્ટની સીમા 10 ટકાથી વધારીને 15 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -