એક કરોડ લોકોના બેંક ખાતાનો ડેટા લીક, માત્ર 20 પૈસા પ્રતિ ગ્રાહકે વેચાયો ડેટા
ડેટા ખરીદનાર તેની મદથી બેંકના કર્મચારી બનીને લોકોને ફોન કરતા હતા અને તેનો CVV નંબર અને OTP શેર કરવા માટે કહેતા હતા. જેની મદદથી તે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવામાં સફળ થતા હતા. કોઈપણ બેંક એકાઉન્ટ હોલ્ડરની તમામ વિગતો હોવાને કારણે લોકો આ જાળમાં ફસાઈ જતા હતા. ઉપરાંત તે રિવોર્ડ પોઈન્ટ્સ, કાર્ડ બ્લોક જેવા બહાના બનાવીને પાસવર્ડ કઢાવી લેતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધરપકડ કરવામાં આવેલ પૂરન ગુપ્તાએ જણાવ્યું કે, ડેટા બલ્કમાં વેચવામાં આવતો હતો. 50 હજાર લોકોને ડેટા વેચવા પર તે 10-20 હજાર રૂપિયા લેતો હતો. કહેવાય છે કે, આરોપી પાસેથી ડેટા મુંબઈના એક સપ્લાયરે ખરીદ્યો હતો.
દક્ષિણ-પૂર્વી દિલ્હીના ડીસીપીએ દાવો કર્યો છે કે, મોડ્યૂલના માસ્ટરમાઈન્ડની ધરપકડ કર્યા બાદ પોલીસે એક કરોડ લોકોના બેંક ખાતાની જાણકારી રિકવર કરી. સસ્તા દરે વેચવામાં આવતી જાણકારીમાં તમારો કાર્ડ નબર, કાર્ડ હોલ્ડરનું નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર છે. આ તમામ ડેટા અનેક ગેટેગરીમાં વહેચાયેલો છે, જેની કુલ સાઈઝ 20 જીબીથી વધારે છે.
દિલ્હીના ગ્રેટર કૈલાશમાં રહેતા એક 80 વર્ષની મહિલાના કેસની તપાસ કરતાં પોલીસને આ જાણકારી મળી છે. મહિલાના ક્રેડિટ કાર્ડથી 1.46 લાખ રૂપિયા ઉડી ગયા હતા. આ જ કેસની તપાસ કરતાં પોલીસને બેંક ખાતાની જાણકારી વેચનાર મોડ્યૂલનો ખુલ્લા પાડ્યા છે. પોલીસને જાણવા મળ્યું છે કે, આ મોડ્યૂલમાં બેંકમાં કામ કરનારા અને કોલ સેન્ટર્સમાંથી જાણકારી મેળવવામાં આવતી હતી અને ત્યાર બાદ તેને વેચવામાં આવતી હતી.
નવી દિલ્હીઃ દેશના એક કરોડ લોકોના બેંક ખાતાની જાણકારી લીક થઈ ગઈ છે. બેંક ખાતા સાથે જોડાયેલ તમામ જાણકારી સાવ સામાન્ય કિંમતે ઉપલબ્ધ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું ચેકે, 10-20 પૈસામાં તમારા બેંક ખાતા સાથે જોડાયેલ જાણકારી વેચવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -