TVS મોટરે ઘટાડી બાઈકની કિંમત, Jupiterથી Apache કિંમતમાં 4,150 રૂપિયા સુધીનો ઘટાડો
એક અન્ય મુખ્ય ટૂવ્હીલર કંપની હોરો મોટોકોર્પે પણ પોતાના ટૂવ્હીલરની કિંમતમાં 1800 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. કંપનીએ કહ્યું કે, અલગ અલગ રાજ્યમાં આ ઘટાડો અલગ અલગ હોઈ શકે છે. કારણ કે આ તે રાજ્યમાં જીએસટી પહેલા અને બાદની કિંમતમાં તફાવત પર આધાર રાખે છે. મારુતિ સુઝુકી, ટોયોટા અને જગુઆર લેન્ડ રોવર જેવી અનેક કંપનીઓએ જીએસટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કિંમતમાં ઘટાડો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટૂવ્હીલર ક્ષેત્રની મુખ્ય કંપની ટીવીએસ મોટરે જીએસટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડતા પોતાના જુદા જુદા ટૂવ્હીલરની કિંમતમાં 4,150 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. ટીવીએસ મોટર કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, સામાન્ય શ્રેણીની બાઈકની કિંમતમાં 350થી લઈને 1500 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે પ્રીમિયમ વર્ગની બાઈકમાં જુદા જુદા રાજ્યો પ્રમાણે કિંમત 4150 રૂપિયા સુધી ઘટી ગઈ છે.
કંપનીએ કહ્યું કે, ડીલરોએ જીએસટી પહેલાની કિંમત પર જે સ્ટોક ખરીદ્યો છે એ મામલે તેમને એક જુલાઈ 2017ના રોજ ઉપલબ્ધ સ્ટોક પર યોગ્ય મદદ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -