Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
જાણો, GSTમાં અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પર શું હોઈ શકે છે ટેક્સના દર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆની પાછળનો હેતુ ગરીબ લોકો દ્વારા વપરાશમાં આવતી વસ્તુઓ પર સ્ટાન્ડર્ડ રેટથી ઓછા દરે કર લગાવવાનો છે. બહુમુલ્ય વસ્તુઓ, આવશ્યક ખાદ્ય વસ્તુઓ પર ૬ ટકાના ન્યુનતમ દર પર કર લાગી શકે છે તો રાજયો દ્વારા હાલમાં એકસાઇઝ ડયુટીથી મુકત વસ્તુઓ પર ૧ર ટકાનો કર પ્રસ્તાવિત કરવામાં આવે તેવી શકયતા છે. સરકારના એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે અને હાલ ચાર કર દાયરા (સ્લેબ) ઉપર વિચાર કરી રહ્યા છે જેમાં અધિકતમ દર ર૬ ટકા રહેશે. જે લીમીટેડ ડીમેરીટ આઇટમો માટે પ્રસ્તાવિત ૪૦ ટકાના દરથી ઓછો છે. ર૬ ટકાનો દર વધુ વસ્તુઓ પર લગાડવામાં આવી શકે છે જેને સામાન્ય રીતે શ્રીમંત લોકો ઉપયોગમાં લેતા હોય છે આનાથી રાજયોની ચિંતાઓ પણ ઘણા ખરા અંશે દુર થઇ શકે છે. રાજયો સ્ટાન્ડર્ડ રેટ રર ટકા રાખવા આગ્રહ કરી રહ્યા છે તો કેન્દ્ર સરકાર તેને ૧૮ ટકા રાખવા માંગે છે. ઉચ્ચ સ્લેબને ઘટાડી તેના દાયરામાં વધુ વસ્તુઓને લાવવામાં આવશે કે જે કેન્દ્ર અને રાજયો વચ્ચે સહમતી બનવામાં મહત્વનું બનશે.
ચેમ્બરમાં રચના બાદ જીએસટી પરિષદની આ ત્રીજી બેઠક હશે. પરિષદના ચેરમેન નાણામંત્રી અરૂણ જેટલી છે. જેમાં રાજયોના નાણામંત્રીઓ અને તેમના પ્રતિનિધિઓ સભ્યો તરીકે છે.
મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના નેતૃત્વમાં જીએસટી સમિતિએ ઠંડા પીણા, લકઝરી કાર, પાન મસાલા, તમાકુ અને તમાકુ પ્રોડકટ પર ૪૦ ટકાનો 'સીન ટેકસ' લગાડવાની ભલામણ કરી હતી. જેનો ઠંડા પીણા બનાવતી કંપનીઓએ વિરોધ કર્યો હતો. કોકા કોલાએ કહ્યુ હતુ કે, જો આવુ કરવામાં આવશે તો અમારે ધંધો બંધ કર્યા સિવાય છુટકો નથી. હાલ સુગરની માત્રા ઠંડા પીણાના પદાર્થો પર ૧૮ ટકા કેન્દ્રીય એકસાઇઝ ડયુટી અને ૧ર.પ ટકા રાજયોનો વેટ લાગે છે. જે કુલ ૩૦.પ ટકા થાય છે.
સુબ્રમણ્યમ સમિતિએ કેટલીક પ્રોડકટ પર ૧ર ટકા અને મોટાભાગની પ્રોડકટ પર ૧૭ કે ૧૮ ટકાનો સ્ટાન્ડર્ડ રેટ લગાડવા ભલામણ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિમિયમ અને લકઝરી પ્રોડકટ મોંઘીદાટ કાર પર ર૬ ટકાનો કર લાગુ થઇ શકે છે. જો કે અન્ય અધિકારીઓનુ કહેવુ છે કે તે બાબત ઉપર ચર્ચા ચાલુ જ છે કે તમાકુ અને તેની પ્રોડકટ પર કરનો દર ૪૦ ટકા રાખવો કે નહી ? જીએસટી દરો ઉપરાંત ત્રણ દિવસની બેઠકમાં સેવા કર વ્યવસ્થા અને કેન્દ્રીય રજીસ્ટ્રેશન જેવા મુદ્દે પણ ચર્ચા થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -