હવે સોશિયલ મીડિયાપોસ્ટ્સનો પણ થશે વીમો, જાણકારી લીક થવા પર મળશે વળતર
ભારતમાં સાયબર વીમાનું બજાર અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનું છે. આ રકમ બજારના 7-10 ટકા હિસ્સાને કવર કરે છે. દેશમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકા બાદ ભારત ઇન્ટરનેટનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્યક્તિગત સાયબર ઇન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત ફિશિંગ, આઈડેન્ટિટી થેફ્ટ, સાયબર સ્ટોકિંગ, શોષણ અને બેંક એકાઉન્ટ્સના હેકિંગને કવર કરવામાં આવશે. હાલમાં સાયબર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ મોટેભાગે આઈટી ફર્મ, બેન્કો, ઈકોમર્સ અને ફાર્માસ્યટિકલ્સ કંપનીઓને વેચવામાં આવે છે. તે અંતર્ગત કોર્પોરેટ્સને પ્રાઈવેસી અને ડેટા બ્રીચ, નેટવર્ક સિક્યોરિટી દાવા અને મીડિયા દેણદારીને કવર મળે છે. વીમા કંપનીઓ કોર્પોરેટ્સ દ્વારા સાયબર કવર લેવામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતમાં આવી પ્રોડક્ટ વિતેલા ત્રણ વર્ષથી ચલણમાં છે અને ઉદ્યોગના અંદાજ અનુસાર આવી અંદાજે 500 સક્રિય પોલિસી લેવામાં આવી છે.
વીમાધારકને આપવામાં આવનારા સાયબર કવરમાં તેની પ્રતિષ્ઠતા, ડેટા ચોરી, કોઈ ખાનગી નાણાંકીય અને સંવેદનશીલ જાણકારી ચોરી થવાના મામલે પ્રોટેક્ટ કરવામાં આવશે. સિંહલે કહ્યું કે, ઇન્ટરનેટ યૂઝર્સની વધતી સંશ્યા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ચલણને કારણે નવા જોખમો ઉભા થયા છે. સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર મોટા પાયે વ્યક્તિગત જાણકારી ઉપલબ્ધ છે.
અંગ્રેજી સમાચાર વેબસાઈટ્સ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, બજાજ એલાયન્ઝ જનરલ ઈન્શ્યોરન્સના મેનેજિંગ ડાયરેક્ટર તપન સિંહલે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ અથવા વાતચીતને કારણે કોઈ મુદ્દે કોર્ટ કેસનો સામનો કરવો પડે અને વળતર આપવાની સ્થિતિ ઉભી થાય તો સાયબર ઇન્શ્યોરન્સ આ ખર્ચને કવર કરશે. કંપની વ્યક્તિગત સાયબર કવર ડિઝાઈન કરી રહી છે જે કોર્પોરેટ્સ માટે હાલ ઉપલબ્ધ સાયબર ઇન્શ્યોરન્સ કવર જેવી જ હશે.
જો તમે સોશિયલ મીડિયા સાઈટ્સ પર ખુલ્લામને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાથી એટલા માટે ડરો છો કે કોઈ તમારી વિરૂદ્ધ માનહાનિકનો કેસ ન કરી દે તો તમારા માટે સારા સમાચાર છે. વીમા ક્ષેત્રની ખાનગી કંપની બજાજ એલાયન્ઝ એક એવી વીમા પોલિસી પર કામ કરી રહી છે જેમાં સોશિયલ મીડિયા પર કોઈ એક્ટિવિટીને કારણે થનારા થર્ડ પાર્ટી નુકસાનને કવર કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -