મારુતિએ વિવિધ મોડલ્સની કિંમતમાં કર્યો વધારો, જાણો ક્યારથી લાગુ થશે ભાવ વધારો
મારુતિ સુઝુકીની કારોની કિંમતમાં વધારો એવા સમયે થયો છે કે જ્યારે તાજેતરમાં જ કંપનીએ ગયા વર્ષના અંતે જાહેર કરેલી ડિસ્કાઉન્ટ ઓફર 2018માં ચાલુ રાખી છે. મારુતિ પોતાના મોડલ્સ પર જાન્યુઆરી 2018માં રૂ.20,000થી લઇને રૂ.30,000 સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે લગભગ બધી કંપનીઓ આ વર્ષે તેમની કારોની કિંમતમાં વધારો કરી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટોયોટા, મારુતિ, સ્કોડા અને હોન્ડા કાર્સ જેવી બધી કંપનીઓએ કારોની કિંમત વધારી છે.
જોકે, કંપનીએ મોડલ પ્રમાણે કિંમતનો ખુલાસો કર્યો નથી. મારુતિએ કિંમત વધારવા માટે કોમોડિટી, ડિસ્ટ્રીબ્યુશન અને અન્ય ખર્ચમાં થયેલા વધારાને કારણભૂત ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે મારુતિ સુઝુકીએ ગયા મહિને જ કારની કિંમત વધારવાનો સંકેત આપ્યો હતો.
નવી દિલ્હીઃ વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ વિવિધ મોડલ્સની કારની કિંમતમાં વધારો કર્યો છે. 10 જાન્યુઆરીથી આ વધારે લાગુ થઈ ગયો છે. કંપનીએ પોતાની કારની કિંમતમાં 1700થી લઈને 17,000 સુધીનો વધારો કર્યો છે. આ કિંમત નવી દિલ્હી એક્સ શોરૂમ પ્રાઈસ પર વધારવામાં આવી છે. મારુતિએ કિંમતમાં વધારો કોમોડિટી, ડિસ્ટ્રીબ્યૂશન અને અન્ય ખર્ચ વધવાને કારણે કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -