પેટ્રોલ-ડીઝલને લઈને આવ્યા Good News...દિવાળી સુધીમાં ઘટી શકે છે ભાવ
ઑઈલ કંપનીઓના પ્રોફિટ અંગે પૂછવામાં આવતા પ્રધાને જણાવ્યું કે આ સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે. કંપનીઓના વધારાના પ્રોફિટ પર તેમણે જણાવ્યું કે બધુ પાણી જેવુ સ્પષ્ટ છે. તેમને આશા છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પણ GSTમાં આવરી લેવાશે જેને કારણે ગ્રાહકોને ખાસ્સો ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃતસરઃ પેટ્રોલની કિંમતમાં થયેલ ધરખમ વધારો દિવાળી સુધીમાં ઘટી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે પંજાબના અમૃતસરમાં કહ્યું કે, દિવાળી સુધી પેટ્રોલની કિંમતમાં ઘટાડો થશે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ પેટ્રોલની વધતી કિંમતને લઈને સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. સોમવારે દેશભરમાં પેટ્રોલની વધતી કિંમતની વિરૂદ્ધ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું.
અમૃતસરની મુલાકાતે ગયેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આશા દર્શાવી હતી કે દિવાળી સુધીમાં પેટ્રોલના ભાવ ઘટી શકે છે. પ્રધાનને આ જ મહિને કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો મળ્યો છે. પ્રધાને જણાવ્યું કે યુ.એસમાં પૂરને કારણે ઓઈલ પ્રોડક્શન 13 ટકા ઘટી જતા રિફાઈનરી તેલના ભાવ વધી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -