નોટબંધી ભારે પડીઃ ભારતે સૌથી ઝડપી અર્થતંત્રનો દરજ્જો ગુમાવ્યો, Q4માં ગ્રોથ ઘટીને 6.1% થયો
સારા ચોમાસાના કારણે કૃષિ સેક્ટરે વૃદ્ધિમાં તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. ગયા વર્ષમાં તેનો વૃદ્ધિદર ૦.૭ ટકા હતો જ્યારે ૨૦૧૬-’૧૭માં કૃષિ સેક્ટરમાં ૪.૯ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ચોથા ક્વાર્ટરમાં કૃષિ સેક્ટરનો જીવીએ ૫.૨ ટકા વધ્યો હતો જે ૨૦૧૫-’૧૬ના સમાન ગાળામાં ૧.૫ ટકા વધ્યો હતો. સરકારે બુધવારે જાહેર કરેલા ડેટા પ્રમાણે કોલસો, ક્રૂડ ઓઇલ અને સિમેન્ટના ઉત્પાદનમાં અનુક્રમે ૩.૮ ટકા, ૦.૬ ટકા અને ૩.૭ ટકાનો નેગેટિવ વૃદ્ધિદર નોંધાયો હતો. મુખ્ય સેક્ટરમાં ધીમી વૃદ્ધિના કારણે આઇઆઇપી પર પણ અસર પડશે કારણ કે કુલ ફેક્ટરી આઉટપુટમાં આ આઠ સેક્ટર ૩૮ ટકા હિસ્સો ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App૨૦૧૬-’૧૭ના ત્રીજા તથા ચોથા ક્વાર્ટરમાં નોટબંધીથી જીવીએને અસર થઈ હોવાનું માનવામાં આવે છે. આ ગાળામાં જીવીએ અનુક્રમે ૭.૩ ટકા અને ૮.૭ ટકાથી ઘટીને ૬.૭ ટકા અને ૫.૬ ટકા થયો હતો. કૃષિને બાદ કરતાં લગભગ તમામ સેક્ટરમાં નોટબંધીના કારણે ઘટાડો થયો હતો. ચોથા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું આઉટપુટ ઘટીને ૫.૩ ટકા થયું હતું જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં તે ૧૨.૭ ટકા હતું.
મોદી સરકાર શાસનના ત્રણ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની નબળી કામગીરીને કારણે અર્થંતંત્ર નબળું પડ્યું છે. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીની જાહેરાત પછી તરત જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર ૬.૧ ટકા નોંધાયો હતો. આ સાથે ભારતે સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન ગુમાવ્યું છે. ચીને આ ગાળામાં ૬.૯ ટકાનો વૃધ્ધિ દર નોંધાવ્યો હતો. કૃષિ સેક્ટરે ઘણો સારો દેખાવ કર્યો હોવા છતાં અર્થતંત્રને ફટકો લાગ્યો છે.
નવી દિલ્હીઃ દેશનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી ગ્રોથના આંકડા આવી ગયા છે. નાણાંકીય વર્ષ 2016-17માં દેશનો આર્થિક વિકાસ દર 7.1 ટકા રહ્યો છે. 2016-17માં વિકાસ દર 7.1 ટકા રહ્યો જ્યારે 2015-16માં વિકાસ દર 8 ટકા હતો. નોટબંધી બાદના ક્વાર્ટરમાં વિકાસ દર ઘટીને 6.1 ટકા રહ્યો જ્યારે જાન્યુઆરી-માર્ચ 2016માં વિકાસ દર 8.7 ટકા હતો. 2016-17માં વિકાસ દરના આંકડાથી જીડીપી પર નોટબંધીની અસર પડ્યાના સંકેત મળી રહ્યા છે.
એપ્રિલ મહિનામાં કોલસો, ક્રૂડ ઓઇલ અને સિમેન્ટના ઉત્પાદનમાં ઘટાડો થવાથી એપ્રિલ ૨૦૧૭માં આઠ મુખ્ય સેક્ટરનો વૃદ્ધિદર માત્ર ૨.૫ ટકા નોંધાયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર - કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીમાં ૮.૭ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ (સીએસઓ)ના આંકડા પ્રમાણે ૩૧ માર્ચના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) તીવ્ર ગતિએ ઘટીને ૬.૬ ટકા થયો હતો જ્યારે ૨૦૧૫-’૧૬માં તે ૭.૯ ટકા હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -