પેટ્રોલમાં લિટરદીઠ 1.23 રૂપિયા, ડીઝલમાં 89 પૈસાનો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2017 07:07 AM (IST)
1
નવી દિલ્હીઃ સામાન્ય લોકોને મોંઘાવારીનો વધુ એક માર પડ્યો છે. આજથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમત 1.23 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવી છે અને ડીઝલની કિંમત 0.89 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવી છે. આ વધારો આજથી લાગુ થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવને ધ્યાનમાં લઈને આ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ૧૫ મેના રોજ પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૨.૧૬ રૂપિયાનો ઘટાડો કરાયો હતો અને ડીઝલમાં પણ લિટરે ૨.૧૦ રૂપિયાનો ઘટાડો કરાયો હતો.
3
પેટ્રોલિયમ કંપનીઓ-ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, એચપીસીએલ અને બીપીસીએલ-દર ૧૫ દિવસે વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધ-ઘટને આધારે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -