કેરળની ૩ કંપનીઓ પાસે અનેક અમીર દેશો કરતાં પણ વધારે સોનું, જાણો કેટલો છે ખજાનો
ગોલ્ડ ફિલ્ડ્સ મિનરલ સર્વિસિઝના સર્વે મુજબ સોનાનો ઉપયોગ કરવા દેશોમાં ભારતનું સ્થાન અવ્વલ છે. વર્ષ ૨૦૧૬ના ત્રીજા કવાર્ટર સુધીમાં અહીં ૧૦૭.૬ ટન સોનાનો વપરાશ થયો હતો. સરખામણી કરીએ તો સમગ્ર યુરોપ અને નોર્થ અમેરિકામાં માત્ર ૬૭.૧ ટન સોનું ખરીદવામાં કે વેચવામાં આવ્યું હતું. આ મામલામાં ચીન બીજા ક્રમે છે. અહીં ૯૮.૧ ટન સોનાનું વેચાણ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ ગોલ્ડ રિઝર્વ રાખવામાં ભારત દુનિયામાં ૧૧માં સ્થાને છે. અમેરિકા આ બાબતે સૌથી આગળ છે. તેની પાસે સૌથી વધુ ૮,૧૩૪ ટન સોનું રિઝર્વમાં પડ્યું છે. જર્મની અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ) પાસે ક્રમશઃ ૩,૩૭૮ અને ૨,૮૧૪ ટન સોનું છે.
બે વર્ષ પહેલા મુથૂટ ફાઈનાન્સ પાસે ૧૧૬ ટન સોનું હતું જે હવે વધીને ૧૫૦ ટન થઈ ગયું છે. દુનિયાના અમીર દેશોના લિસ્ટમાં શામેલ થતા સિંગાપુર (૧૨૭.૪), સ્વીડન (૧૨૫.૭), ઓસ્ટ્રેલિયા (૭૯.૯) અને કુવૈત (૭૯), ડેનમાર્ક (૬૬.૫) અને ફિનલેન્ડ (૪૯.૧) પાસે રિઝર્વ સ્વરૂપમાં રાખેલા સોના કરતા પણ વધારે છે. ભારતમાં સોનું રાખવાના મામલામાં મણપ્પુરમ ફાઈનાન્સ અને મુથૂટ ફિનકોર્પ પણ મોટા ખેલાડી છે. તેમની પાસે ક્રમશઃ ૬૫.૯ અને ૪૬.૮૮ ટન સોનું છે. આ ત્રણ કંપનીઓ પાસે મળીને કુલ ૨૬૨.૭૮ ટન સોનું છે.
દુનિયામાં સોનાની કુલ માંગમાં ૩૦ ટકા હિસ્સો ભારતનો છે. અહીં લાખો લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનુ ખરીદે છે. ભારત દેશમાં સોનાનું સામાજિક મહત્વ પણ ઘણું વધારે છે. કેરળમાં બે લાખ લોકો ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો સોનું ગિરવે રાખીને લોન લે છે.
કોચીઃ કેરળની ત્રણ મોટી ગોલ્ડ કંપનીઓનું સોનું વિતેલા બે વર્ષમાં 195 ટનથી વધીને 263 ટને પહોંચી ગયું છે. આ આંકડો સપ્ટેમ્બર 2016 સુધનો છે. જો સરખામણી કરવામાં આવે તો આ કંપનીઓના ખજાનામાં અનેક દેશો કરતાં વધારે સોનું છે. મુત્થૂટ ફાઈનાન્સ, મન્નાપુરમ ફાઈનાન્સ અને મુત્થૂટ ફિનકોર્પની પાસે કુલ 263 ટન સોનાના આભૂષણ છે જે બેલ્જિય, સિંગાપોર, સ્વીડન અને ઓસ્ટ્રેલિયાના સોનાના ખજાના કરતાં વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -