સોનું 7 દિવસમાં 1000 રૂપિયા સસ્તું થયું, ચાંદીની કિંમતમાં પણ 1875નો ઘટાડો
નવી દિલ્હીઃ સોનાના કિંમતમાં સોમવારે સતત સાતમાં દિવસે ઘટાડો નોંધાયો છે. વિદેશી બજારમાં રિકવરી જોવા મળવા છતાં ઘરેલુ માગ નબળી રહેતા સોનામં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી ગોલ્ડ બજારમાં સોનું 175 રૂપિયા તૂટીને 28,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું. આ પહેલા 6 દિવસમાં 825 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નબળી માગને કારણે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 225 રૂપિયા ઘટીને 38,350 રૂપિયા પ્રતિ કિલો રહી છે. વિતેલા 6 દિવસમાં ચાંદીમાં 1650 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ચાંદીની કિંમત પણ રૂ.225 ઘટીને રૂ.38,350 પ્રતિ કિલોગ્રામ થઇ છે. આ ઘટાડાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને કોઇન મેકર્સમાં ઘટેલી માગ છે. સાત દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.150નો ઘટાડો થયો છે.
દિલ્હીમાં સોમવારે 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં રૂ.175નો ઘટાડો આવ્યો છે. આ ઘટાડા પછી સોનાની કિંમત ક્રમશઃ રૂ.28,550 અને રૂ.28,440 પ્રતિ 10 ગ્રામ થઇ છે. જ્યારે ગિન્નીનો ભાવ કોઇ ફેરફાર વિના રૂ.24,300 પ્રતિ 8 ગ્રામ પર પહોંચ્યો છે.
ટ્રેડર્સે જણાવ્યું કે ગ્લોબલ માર્કેટ અને સ્થાનિક સ્તરે સોનાની માગ ઘટી જવાથી કિંમતમાં ઘટાડો આવ્યો છે. જોકે, વિદેશી બજારમાં રીકવરીથી સોના-ચાંદીને ટેકો મળ્યો છે. યુરોપીય યુનિયનના સમર્થક ઇમાનુએલ મેક્રોન ફ્રાંસમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી જતા સોનામાં 0.24 ટકા ઊછળો આવ્યો છે અને તે 1230.90 ડોલર પ્રતિ ઔંસ પર દેખાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -