સોનામાં લાલચોળ તેજી, ચાંદી પણ રૂપિયા 41,000 પ્રતિ કિલોનેની સપાટીએ
સ્થાનિકમાં મુંબઇ ખાતે ચાંદી રૂા.41000ની સપાટી ઉપર ક્વોટ થવા લાગી છે. મુંબઇ ચાંદી વધીને રૂા.41385 અને સોનું રૂા.28860 બોલાઇ રહ્યું છે. જ્યારે અમદાવાદ ખાતે સોનું 100ના સુધારા સાથે રૂા.29200 અને ચાંદીમાં વધુ 300 વધીને રૂા.40800 ક્વોટ થવા લાગી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ ભાવ સતત વધી રહ્યાં છે. એમસીએક્સ ખાતે ફેબ્રુઆરી વાયદો વધીને રૂા.28289 અને ચાંદી માર્ચ 41249 ક્વોટ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંગાપોરમાં સોનું 0.29 ટકાની તેજી સાથે 1190.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 0.39 ટકાની તેજી સાથે 16.82 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. આગામી દિવસોમાં સોના-ચાંદીમાં વધુ તેજી આવે તેવા સંકેતો મળી રહ્યાં છે. ડોલર ઇન્ડેક્સ રેકોર્ડ સપાટી પરથી પાછો ફરતા વૈશ્વિક બજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી છે.
બીજી બાજુ ચાંદી પણ બુધવારે 41,000 રૂપિયાની સપાટી કુદાવી ગઈ છે. ઔદ્યોગિક માગ અને સિક્કા ઉત્પાદકોની ખરીદીને કારણે ચાંદી 550 રૂપિયા ઉછળીને 41300 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગઈ. આ પહેલા મંગળવારે ચાંદીમાં 350 રૂપિયાની તેજી જોવા મળી હતી.
નવી દિલ્હીઃ સોનામાં વનવે તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવા મળતા અને ઘરઆંગણે બજારમાં જ્વેલર્સની માગ નીકળવાને કારણે સતત બીજા દિવસે પણ કિંમતમાં તેજી જોવા મળી છે. બુધવારે સોનું 70 રૂપિયા વધીને 29,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. આ પહેલા મંગળવારે સોનાની કિંમત 330 રૂપિયાની જોરદાર તેજી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -