ટેલિકોમ, બેન્કિંગ અને વીમા સેવા વધારે મોંઘી બનશે, જાણો કેટલો લાગશે GST
રૂમ દીઠ 1000 રૂપિયાથી ઓછા ભાડાવાળી હોટલો જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. પ્રતિ રૂમ 1000થી 2,500 રૂપિયાના ભાડાવાળી હોટલો પર 12%, 2500થી 5000 રૂપિયાના રૂમવાળી હોટલો પર 18% ટેક્સ લાગશે. 5000 રૂપિયાથી વધારે ભાડાવાળી હોટલો પર 24% ટેક્સ રેટ લાગશે. ફાઈવ સ્ટાર હોટલોમાં 28%, નોન AC હોટલમાં 12%, AC અને લિકર લાઈસન્સ ધરાવતી હોટલ-રેસ્ટોરાંમાં 18% સર્વિસ ટેક્સ લાગશે. 50 લાખ કે તેનાથી ઓછું ટર્ન ઓવર ધરાવતી નાની રેસ્ટોરાંમાં 5% ટેક્સ લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાન્સપોર્ટ સર્વિસ પર પાંચ ટકા ટેક્સ લાગુ થશે. જીએસટી કાઉન્સિલે તેની મહત્ત્વની બેઠકના બીજા દિવસે શુક્રવારે સર્વિસીઝ સેક્ટરને તેના ચાર ટેક્સ સ્લેબ-પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા-માં વહેંચી દીધી છે. આ સાથે જ મોટાભાગની વસ્તુઓ-સેવાઓ પરના ટેક્સ રેટ જીએસટી અંતર્ગત નક્કી થઈ ગયા છે. ગોલ્ડ(સોનુ) જેવી કેટલીક વસ્તુ પર ટેક્સ નક્કી કરવાનો બાકી છે. સોના પર ટેક્સ અંગે ૩ જૂને મળનારી આગામી બેઠકમાં નિર્ણય લેવાશે.
એન્ટરટેઈનમેન્ટ ટેક્સને સર્વિસ ટેક્સમાં સમાવી લેવાયો છે. ટેક્સના 5%, 12%, 18% અને 28% એમ 4 સ્લેબ હશે. સ્ટાન્ડર્ડ રેટ 18% અને લક્ઝરી રેટ% ટકા રહેશે. ઓલા-ઉબેર જેવી ટ્રાન્સપોર્ટ સર્વિસ પર 5% દર.
ફોન બીલ પર 18% જીએસટી લાગશે. સિનેમા હોલ્સ, સટ્ટો, રેસકોર્સ પર 28% ટેક્સ લાગશે. અનાજ, દૂધ, ફળ, શાકભાજી પર કોઈ ટેક્સ નહીં લાગે. ઈકોનોમી ક્લાસ એર ટ્રાવેલ પર 5%, બિઝનેસ ક્લાસ પર 12% જીએસટી. ફ્લિપકાર્ટ, સ્નેપડિલ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ સપ્લાયર્સને પેમેન્ટ કરતા પહેલા 1% TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) કાપવો પડશે.
મેટ્રો, લોકલ ટ્રેન, ધાર્મિક યાત્રા તેમજ હજ યાત્રા GSTમાંથી બાકાત રહશે. દેશનો સૌથી ઈફિશિએન્ટ ટેક્સ હોવાની સાથે કન્ઝ્યૂમર ફ્રેન્ડલી થવા જઈ રહ્યો છે. જીએસટીથી મોંઘવારી નહીં વધે. જીએસટી લાગુ કરવાનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. મોટાભાગની સર્વિસ 12 થી 18 ટકાના સ્લેબમાં આવશે.
નવી દિલ્હીઃ એક જુલાઈથી દેશમાં લાગુ થનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, બેન્કિંગ સેવા, બિઝનેસ ક્લાસ હવાઈ મુસાફરી, અખબારમાં એડવર્ટાઈઝમેન્ટ સ્પેસનું વેચાણ, વગેરે સેવા મોંઘી બનશે. જોકે, શિક્ષણ અને આરોગ્યને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -