હવે કઈ વસ્તુ્ઓ પર લાગશે 28, 18, 12 અને 5 ટકા GST, જાણો
આ વસ્તુઓ પર હવે 18ને બદલે લાગશે માત્ર 5 ટકા જીએસટીઃ ચટણી પાઉડર, પફ્ડ રાઇસ ચિક્કી, સિંગચિક્કી, તલની ચિક્કી, ખાજા, કાજૂ કરતી, ગ્રાઉન્ડનટ સ્વીટ ગટ્ટા, કુલિયા, નારિયળનું છીણ, ઇડલી અને ઢોસા, કપાસમાંથી બનેલ કપડા, તૈયાર ચામડું, ચામડામાંથી બનેલ સામાન, ફ્લાઈ એશ, ફિશિંગ નેટ અને ફુશિંગ હુક.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18ને બદલે આ વસ્તુઓ પર લાગશે 12 ટકા જીએસટીઃ ડાયાબીટીસના રોગીઓને આપવામાં આવતું ભોજન, પ્રિન્ટિંગ ઇંક, ટોપી, ખેતી, બાગાયત, ફોરેસ્ટ્રી, કાપણી સાથે જોડાયેલ મશીનરીનો સામાન, શણ, કોટનમાંથી બનેલ હેન્ડ બેગ અને શોપિંગ બેગ, રિફાઈન્ડ સુગર અને સુગર ક્યૂબ, પ્રોસેક્ડ મિલ્ક, પાસ્તા અને સિલાઈ મશીનનો સામાન.
આ વસ્તુઓ પર જીએસટીનો દર 28થી ઘટાડીને 18 ટકા કરાયોઃ ઇલેક્ટ્રિક કન્ટ્રોલ, ડિસ્ટ્રીબ્યૂશન માટે ઇલેક્ટ્રિક બોર્ડ, પેનલ, કન્સોલ, કેબિનેટ, વાયર, કેબલ, ઇન્સુલેટે કન્ડક્ટર, ઇલેક્ટ્રિક ઇન્સુલેટર, ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચ, સોકેટ, ફ્યૂઝ રિલે. ઇલેક્ટ્રિક કનેક્ટર્સ, ટ્રક (લોખંડની પેટી), સૂટકેસ, બ્રીફકેસ, ટ્રાવેલિંગ બેગ, હેન્ડબેગ, શેમ્પૂ, હેયર ક્રીમ, હેયર ડાઈ, લેમ્પ અને લાઈટ ફિટિંગનો સામાન, શેવિંગનો સામાન, ડિયોડ્રન્ટ, પરફ્યૂમ, મેકઅપનો સામાન, પંખા, પમ્પ્સ, કમ્પ્રેસર, પ્લાસ્ટિકનો સામાન, શાવર, સિંક, વોશબેસિન, સીટ્સનો સામાન, પ્લાસ્ટિકના સેનેટરી વેયર, તમામ પ્રકારની સિરામિક ટાઈલ, રેઝર અને રેઝર બ્લેડ, બોર્ડ, સીટ્સ જેવો પ્લાસ્ટિકનો સામાન, પાર્ટિકલ/ફાઈબર બોર્ડ, પ્લાઈવડુ, લાકડામાંથી બનેલ સામાન, લાકડાની ફ્રેમ, ફર્નીચર, ગાદલા અને બેડ, ડિટર્જન્ટ, સફાઈમાં ઉપયોગમાં લેવાતો સામાન, કટલેરી, સ્ટવ, કુકર, નોન ઇલેક્ટ્રિક ડોમેસ્ટિક એપ્લાઈન્સ, કપડા, ચામડાના કપડાનો સામાન, સંગમરમર, ગ્રેનાઈટમાંથી બનેલ સામાન, કાંડા ઘડિયાળ, ઘડિયાળ અને વોચ કેસ અને તેની સાથે જોડાયેલ સામાન, ઓફિસ, ડેસ્ક ઇક્વિપમેન્ટ, સીમેન્ટ, કોન્ક્રીટ અને કૃત્રિમ પથ્થરથી બનેલ સામાન, વોલ પેપર, ગ્લાસના તમામ પ્રકારનો સામાન, ઇલેક્ટ્રોનિક વેટ મશીન, અગ્નિશામક ઉપકરણ, બુલડોઝર્સ, લોડર, રોડ રોલર્સ, એસ્કેલેટર, કૂલિંગ ટાવર, રેડિયો અને ટેલીવિઝન પ્રાસરણના વિદ્યૂત ઉપકરણ, સાઉન્ડ રેકોર્ડિંગ ઉપકરણ, તમામ પ્રકારના સંગીત ઉપકરણ અને તેની સાથે જોડાયેલ સામાન, કૃત્રિમ ફૂલ, પાંદડા અને કૃત્રિમ ફળ, કોકો બટર, ફેટ અને ઓઈલ વારડર, ચોકલેટ, ચુઈંગમ અને બબલગમ, રબર ટ્યૂબ અને રબરમાંથી બનેલ સામાન, ચશ્મા અને દૂરબી.
હવેથી 28 ટકાના સ્લેબમાં 228 નહીં પરંતુ માત્ર 50 વસ્તુ જ હશે. તેમાં પાન મસાલા, સોફ્ટ ડ્રિંક, તમ્બાકૂ, સિગરેટ, સીમેન્ટ, પેન્ટ, એર કન્ડીશનર, પરફ્યૂમ, વેક્યૂમ ક્લીનર, ફ્રિઝ, વોશિંગ મશીન, કાર, ટૂ વ્હીલર અને વિમાન આ સ્લેબમાં આવશે.
નવી દિલ્હીઃ ગૌહાટીમાં થયેલ બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં કુલ 211 વસ્તુઓના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું કે 178 વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જીએસટીનો નવો દર 18 નવેમ્બરથી લાગુ થશે. આગળ વાંચો કઈ વસ્તુ પર કેટલો લાગશે જીએસટી...
- - - - - - - - - Advertisement - - - - - - - - -