હવે એરલાઈન્સ 2500થી વધારે ભાડું નહીં લઈ શકે, ગુજરાતમાં પણ થશે અમલ
ઉડ્ડયન હેઠળ પ૦૦ કિ.મી.ની હવાઇ યાત્રા માટે વધુમાં વધુ રપ૦૦ રૂપિયાની ટિકિટ હશે. ફિકસ્ડ વીંગ વિમાનોએ આ યાત્રા અડધા કલાક તથા હેલીકોપ્ટરોએ એક કલાકમાં પુરી કરવી પડશે. દરમિયાન દેશના તમામ એરપોર્ટની સુરક્ષા હવે સીઆઇએસએફ કરશે. અમારા પ્રસ્તાવને ગૃહ ખાતાએ મંજુરી આપી છે. હાલ ૯૮માંથી પ૯ ઉપર જ સીઆઇએસએફ તૈનાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર પાસેથી સૌથી ઓછી સહાયતા માંગનાર એરલાઇન્સને આ સ્કીમના રૂટ ફાળવાશે. જો કે ઓછા ઉપયોગવાળા ૧ર એરપોર્ટ એકદમ તૈયાર છે. તેથી ફેબ્રુઆરીમાં જ સ્કીમનું પ્રથમ ઉડ્ડયન લોન્ચ થઇ જશે. તે પછી કુલ મળીને એવા પંચાવન એરપોર્ટ ઉપરથી નિયમિત ફલાઇટો શરૂ થઇ જશે.
આ સ્કીમ હેઠળ અત્યાર સુધી ૧૧ એરલાઇન્સો તરફથી ૧૯૦ રૂટ માટે ૪૩ પ્રારંભિક પ્રસ્તાવ મળ્યા છે. આના જવાબમાં એરલાઇન્સો પાસેથી ૧લી ફેબ્રુઆરી સુધીમાં કાઉન્ટર પ્રસ્તાવો માંગવામાં આવ્યા છે તે પછી ૩જી ફેબ્રુઆરી સુધીમાં રૂટોની ફાળવણી કરી દેવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, આ સ્કીમ સાથે જોડાવા માટે અત્યાર સુધી ૧પ રાજયોએ કેન્દ્ર સાથે એમઓયુ કર્યા છે. ત્રણ રાજયોએ આ માટે સહમતી આપી છે. ઝારખંડ, હિમાચલ, પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, પ.બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ જેવા રાજયો સામેલ છે. આ રાજય સ્કીમ હેઠળ એરલાઇન્સને લેન્ડીંગ તથા પાર્કીંગ ફીમાં રાહત ઉપરાંત વિમાન ઇંધણ પર ટેકસમાં છૂટ પણ આપશે.
સૌથી પહેલા લુધીયાણા, સીમલા, જમશેદપુર, પંતનગર અને કુચબિહાર જેવા ઓછા ઉપયોગવાળા ૪૩ એરપોર્ટ પરથી આ ફલાઇટ શરૂ થશે. તે પછી ધીમે ધીમે નાના મોટા શહેરોના અન્ય કાર્યરત, ઓછા ઉપયોગમાં આવતા કે ઉપયોગમાં નહી આવતા એરપોર્ટ પણ રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ સાથે જોડાય જશે. કેન્દ્રીય ઉડ્ડયન રાજયમંત્રી જયંત સિંહાએ આ માહિતી આપી હતી.
નવી દિલ્હીઃ ક્ષેત્રિય કનેક્ટિવિટી સ્કીમ 'ઉડાન' આગામી ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. આ યોજના અંતર્ગત એક કલાકની હવાઈ યાત્રા માટે વધુમાં વધુ ભાડું 2500 રૂપિયા હશે. સરકારની આ સ્કીમનો ઉદ્દેશ ઓછી ઉડાન સુવિધાવાળા હવાઈમથકોને અન્ય શહેર સાથે હવાઈ સંપર્ક ઉપલબ્ધ કરાવવા અને હવાઈયાત્રા સસ્તી કરવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -