રાજકોટની સહકારી બેંકો આઈટીના રડારમાં, જાણો નોટબંધી વખતે કરી શું ગરબડ
રિઝર્વ બેન્કે બેન્કોમાં જમા થયેલી ડિમોનેટાઇઝ્ડ કરન્સીનો આંકડો જાહેર કર્યો નથી. ૮ નવેમ્બરે સરકારે નોટબંધીની જાહેરાત કરી ત્યારે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની કુલ રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડના મૂલ્યની નોટો સર્ક્યુલેશનમાં હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક આવા કેસમાં બેન્કના ચોપડે જૂની કરન્સીમાં નોંધાયેલી રકમ રૂપિયા ૨૪૨ કરોડ હતી, જેની સામે ફિઝિકલ કરન્સીનું પ્રમાણ રૂપિયા ૧૦૦ કરોડ જેટલું ઓછું હતું. આવા કિસ્સા અત્યારે તો સહકારી બેન્કો પૂરતા મર્યાદિત જણાય છે, પરંતુ ટેક્સ સત્તાવાળા કોમર્શિયલ બેન્કોની ડિપોઝિટ અને ઉપાડના આંકડા પર પણ નજર રાખી રહ્યા છે. જેથી મની લોન્ડરિંગ માટે સત્તાવાર ચેનલ્સનો ઉપયોગ અટકાવી શકાય. સમસ્યા વધુ વ્યાપક હોવાની ધારણા છે.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે રિઝર્વ બેંકને લેખિતમાં એવી જાણકારી આપી છે કે નોટબંધી પછી સહકારી બેન્કોના રોકડ રેકોર્ડમાં ગંભીર ચેડાં કરવામાં આવ્યા છે. અનેક સહકારી બેન્કોના જુદાજુદા બિસાબોમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઘણી સહકારી બેન્કોના ચોપડે જૂની કરન્સીમાં જમા થયેલી રકમ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની નોટના ફિઝિકલ સ્ટોક કરતાં વધારે છે. જયપુર, રાજકોટ અને પુણેની સહકારી બેન્કોમાં ડિપાર્ટમેન્ટને આવા ઘણા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.
આવક વેરા વિભાગને આશંકા છે કે, સમસ્યા વ્યાપક હોઈ શકે છે. આવક વેરાની તપાસ શાખાએ રિઝર્વ બેન્કનું આ બાબતે ધ્યાન દોર્યું છે. ટેક્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એવા ઉદાહરણ ધ્યાનમાં આવ્યા છે જ્યાં ફિઝિકલ કરન્સીનું પ્રમાણ ચોપડે નોંધાયેલી રકમ કરતાં ઓછું છે. અધિકારીના જણાવ્યા અનુસાર ટેક્સ વિભાગે સર્વે પ્રક્રિયામાં સહકારી બેન્કની રોકડથી ભરેલી ગાડી પકડી ત્યાર પછી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
રિઝર્વ બેન્ક બેન્કોમાં જમા થયેલી ની નોટોનો આંકડો જાહેર કરે એ પહેલાં વિવિધ પ્રકારની અનિયમિતતા ઉકેલવી જરૂરી છે. બેન્કોને ૯ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બરના ગાળામાં રૂપિયા ૨.૫ લાખથી વધુ અને વર્ષે રૂપિયા ૧૦ લાખની ડિપોઝિટની માહિતી આપવા જણાવાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -