મોટી હોટલમાં થાળીમાં કેટલું ભોજન પીરસવામાં આવશે, તે હવે સરકાર નક્કી કરશે!
કેન્દ્રીય મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ગ્રાહકોને કેટલું ભોજન પીરસવું સરકાર નક્કી કરશે? તો જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે ગ્રાહકોને મેન્યૂકાર્ડમાં જણાવવામાં આવે કે કઈ વાનગી કેટલા પ્રમાણમાં પીરસવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસવાને જો કે સ્પષ્ટતા કરી હતી કે હોટેલ અને રેસ્ટોરાંએ કેટલા પ્રમાણમાં વાનગી પીરસવી સરકાર નક્કી નહીં કરે પણ અત્યારે અમે પૂછ્યું છે કે થાળીમાં કેટલી રોટરી, ઇડલી કે ચિકન પીરસવામાં આવે છે. ખાસ કરીને થાળીની પ્રથા હોય ત્યાં કેટલી રોટલી પીરસાશે જણાવવામાં આવતું નથી.
પાસવાને પોતાના વ્યક્તિગત અનુભવના આધારે જણાવ્યું હતું કે જ્યારે આપણે બહાર જમવા માટે જઈએ છીએ ત્યારે મોટા પ્રમાણમાં અન્નનો વેડફાટ થતો જોઈએ છીએ. આ એવા દેશમાં બને છે જ્યાં મોટી સંખ્યામાં લોકોને ભૂખ્યા રહેવું પડે છે.
પાસવાને કહ્યું હતું કે, જો હોટેલો સ્વૈચ્છિકપણે પગલું નહીં ભરે તો સરકાર કાયદો ઘડીને અન્નનો વેડફાટ રોકવા માટેનો પ્રયાસ કરશે. ગ્રાહકલક્ષી બાબતો, અન્ન તથા પુરવઠા મંત્રાલય દેશભરની હોટેલ-રેસ્ટોરાં માટે પ્રશ્નોત્તરી તૈયાર કરી રહી છે. જેમાં તેમને ગ્રાહકોને કઈ વાનગી કેટલા પ્રમાણમાં પીરસવામાં આવે છે પૂછવામાં આવશે.
નવી દિલ્હીઃ હોટલમાં એક વ્યક્તિને થાળીમાં કેટલું ભોજન પીરસવામાં આવે તે હવે સરકાર નક્કી કરવા જઈ રહી છે. તેના 2 ઉદ્દેશ છે એક તો હોટલમાં ભોજનનો થતો વેડફાટ અટકે અને બીજો લોકો જેટલું ભોજન લે તેના જ રૂપિયા ચૂકવે. નિયમ લાગુ થયા બાદ મેન્યૂમાં લખેલ હશે કે પીરસવામાં આવતા ભોજનની માત્રા કેટલી હશે. નિયમ બનાવતા પહેલા દેશભરમાં સર્વે કરીને તમામ પક્ષો પાસેથી જાણકારી લેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -