યૂનિવર્સિટી અને કોલેજ બનશે હવે કેશલેસ, સરકારે ડિજિટલ પેમેન્ટ કરવાના આપ્યા આદેશ
નવી દિલ્હીઃ સરકારે સમગ્ર દેશની તમામ યૂનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ પાસેથી રોકોડમાં પેમેન્ટ ન લેવાનું સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, હોસ્ટેલમાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા સેવાઓ માટે કરવામાં આવતી લેવડ દેવડ પણ માત્ર ડિજિટલ રીતે જ સ્વીકારવામાં આવવી જોઈએ. સંસ્થાના પરિસરમાં આવેલ કેન્ટિન અને અન્ય બિઝનેસ એકમોનેપણ ભીમ એપ દ્વારા પોતાના બેંક ખાતાને આધાર સાથે જોડીને માત્ર ડિજિટલ રીતે જ લેવડ દેવડ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તમામ યૂનિવર્સિટીને કહેવામાં આવ્યું છે કે, તે હાલમાં થનારી તમામ લેવડ દેવડની ઓળખ કરે અને તેને ડિજિટલ મોડમાં પરિવર્તિત કરવા માટે રસ્તા કાઢે.
યૂનિવર્સિટીના પ્રમુખોને મોકલવામાં આવેલ પત્રમાં વિદ્યાર્થીની ફી, પરીક્ષા ફી, વેન્ડરને પેમેન્ટ અને પગાર/ભથ્થાનું પેમેન્ટ સહિત સંસ્થાના ઓપરેશન સંબંધિત તમામ લેવડ દેવડ માત્ર ઓનલાઈન અથવા ડિજિટલ રીતે જ કરવા માટે કહેવામાં આવ્યું છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી યૂનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યૂજીસી) અને તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે. મંત્રાલયે તેમાં કહ્યું છે કે, તેમાં તમામ નાણાંકીય લેવડ દેવડ માત્ર ડિજિટલ રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -