Diwali Gift: આજથી સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, સરકારે બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો ધરખમ ઘટાડો
નવી દિલ્હીઃ સરકારે દિવાળી પહેલા દેશના લોકોને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આજથી લાગુ થઈ ગયો છે. આ ભાવ ઘટાડા બાદ આઈઓસીની વેબસાઈટ અનુસાર ગાંધીનગરમાં નોન બ્રાન્ડેડ પેટ્રોલ પ્રિત લિટર 70.15 રૂપિયા જ્યારે ડીઝલ 63.21 રૂપિયા પ્રતિ લિટરે મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાં મંત્રાલયે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, આ આદેશ ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની અસરને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને વધતી રોકવા માટે લેવાયો છે.
કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડીઝલ પરની બેસિક એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર થશે. એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ ઓછી થશે.
નાણાં મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલથી જાણકારી આપી છે કે, ‘બેસિક એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી સરકારને રેવન્યુમાં વાર્ષિક રૂપિયા 26,000 કરોડનું નુકસાન થશે. આ વર્ષના બાકી મહિનામાં આ નુકસાન રૂપિયા 13,000 કરોડ હોવાનું અનુમાન છે.
મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય આમ આદમીને રાહત પહોંચાડવાના ઉદ્દેશથી લેવાયો છે. ઇંધણની વધી રહેલી કિંમતો મુદ્દે વિપક્ષ ઘણા સમયથી સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો હતો. વર્ષ 2014થી સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીને 126 ટકા વધારેલી છે, જ્યારે ડીઝલ પર 374 ટકા એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. આ એક્સાઇઝ ડ્યુટીને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થઈ રહી નહોતી, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધતા સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -