Jioએ બદલ્યો પોતાનો ટેરિફ પ્લાન, હવે 149 રૂપિયામાં પણ મળશે અનલિમિટેડ ડેટા
ઉલ્લેખનીય છે કે, કંપનીના અન્ય પ્લાનમાં આ સુવિધા હતી, પણ 149 રૂપિયા વાળા પ્લાનમાં તે નહોતી. રિલાયન્સ જિઓ 19 રૂપિયાથી લઈને 1999 રૂપિયા સુધીના પ્લાનની સુવિધા આપે છે. તેમાં સૌથી વધારે કરાતું રિચાર્જ 399 રૂપિયાનું છે. જેમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 84GB ડેટા અને અન્ય સુવિધાઓ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ દ્વારા સૌથી મોટો ફેરફાર 149 રૂપિયા વાળા ટૈરિફ પ્લાનમાં કરવામાં આવ્યો છે. 149 રૂપિયાવાળા પ્લાનમાં 2GB 4G ઈન્ટરનેટ, અનલિમિટેડ વોઈસ કોલિંગ, 300 એસએમએસ અને જિઓ એપ્સનું સબસ્ક્રિપ્શન આપશે. જોકે 2GB ડેટા લિમિટ ખતમ થઈ જવા બાદ પણ તમારી ઈન્ટરનેટ સર્વિસ ચાલું રહેશે.
રિલાયન્સ જિઓ લોન્ચ થયાને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. કંપની સતત પોતાના પ્લાન્સમાં ફેરફાર કરતી રહી છે. કંપની બજારમાં જિઓ ફોન પણ લાવી છે, જેનો ઉપયોગ ટૂંકમાં જ શરૂ થઈ જશે. કંપની ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખીને JioFi ડિવાઈસ પર પણ ઓફર આપી રહી છે. ઉપરાંત રિલાયનસ્ જિઓએ પોતાના ટેરિફ પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યા છે.
જોકે ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 4Gમાંથી 64kbpsની થઈ જશે. પરંતુ તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. જૂના 149 રૂપિયાવાળા ટેરિફ પ્લાનમાં લિમિટ ખતમ થયા બાદ કોઈ પ્રકારનો ડેટા નહોતો આપવામાં આવતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -