આ કામ માટે હવે PFમાંથી 90 ટકા રકમ ઉપાડી શકાશે, જાણો
નવી દિલ્હી: મોદી સરકાર હવે ઈપીએફ સ્કીમમાં સુધારો લાવવાની દિશામાં આગળ વધી રહી છે. જેના પરિણામ સ્વરૂપે ટૂંક સમયમાં જ લોકો પીએફમાંથી 90 ટકા રકમ ઉપાડી શકશે અને મકાન માટે ડાઉન પેમેન્ટની ચૂંકવણી કરી શકશે. સંસદમાં સરકાર તરફથી આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સરકાર ઈપીએફ સ્કીમમાં સુધારો કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેના પરિણામ સ્વરૂપે રીટાયર્ડમેન્ટ ફંડ બોડી ઈપીએફઓના ચાર કરોડથી વધુ સભ્યો તેમના ૯૦ ટકા ફંડને ઉપાડી શકશે અને આવાસની ખરીદી વેળા ડાઉન પેમેન્ટની ચૂકવણી કરી શકશે. આ સ્કીમમાં સુધારાથી એમ્પલોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના ગ્રાહકોને ઈપીએફ ખાતાઓનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવશે.
એકસમાન માસિક ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણી આવાસ લોન માટે આના મારફતે કરી શકાશે. ઈપીએ સ્કીમમાં નવી સૂચિત જોગવાઈ ઉમેરવામાં આવી રહી છે જે હેઠળ ઈપીએફના ગ્રાહકો આ સુવિધાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ સભ્યોની સાથે કોઓપરેટીવ સોસાયટી બનાવી શકશે. સરકારે એમ્પલોઈઝ પ્રોવિડંડ ફંડ સ્કીમ ૧૯૫૨ (ઈપીએફ)માં સુધારા કરવાનો નિર્ણય લઈ લીધો છે. આમાં ૬૮ બીડીના નવા પેરાગ્રાફ ઉમેરવામાં આવ્યા છે.
ઈપીએફઓના સભ્યો માટે હાઉસીંગ સ્કીમ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રમમંત્રી બંદારૂ દત્તાત્રેયે કહ્યું હતું કે નવી સૂચિત જોગવાઈનો ઘણી બધી સુવિધાઓને આવરી લેવામાં આવી છે.
એમ્પલોઈઝ પ્રોવિડંડ ફંડ ઈપીએફના ઓછામાં ઓછા ૧૦ સભ્યો ધરાવનાર હાઉસીંગ સોસાયટી અથવા તો કોઓપરેટીવ સોસાયટીના સભ્યને મદદ કરી શકશે. આ લોકો આવાસ, ફ્લેટની ખરીદી કરવા માટે તેમના ફંડમાંથી ૯૦ ટકા રકમ ઉપાડી શકશે. સૂચિત જોગવાઈમાં એવી જોગવાઈ પણ કરાઈ છે કે કોઈપણ વ્યાજની બાકી ચૂકવણી માટે પણ માસિક ઈન્સ્ટોલમેન્ટની સુવિધા રહેશે. પ્રધાને ધ્યાન દોર્યું હતું કે ઈપીએફ સ્કીમમાં સૂચિત પેરાગ્રાફને સામેલ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સરેરાશ યોગદાન વર્ષ ૨૦૧૫૧૬ દરમ્યાન ૩.૭૬ કરોડ સભ્યો તરફથી મળ્યું છે. પ્રોવિડંડ ફંડ ખાતામાંથી ઉપાડની સુવિધા વર્તમાન શરતોને જે કર્મચારીઓ ભરી રહ્યા છે તેમને લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -