✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એલ્યુમિનિયમ ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી વધશે તો ગુજરાતના 350 એકમોનું ભાવિ જોખમાશે, દેશમાં 1.50 લાખ લોકો ગુમાવશે નોકરી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Oct 2018 06:58 PM (IST)
1

ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિયેશનના સેક્રેટરી જ્યંત જૈને જણાવ્યું હતું કે, દેશમાં એલ્યુમિનિયમ ક્રેપની ડિમાન્ડ વધી છે. વર્ષ 2017-18માં 11,19,768 મેટ્રીક ટન એલ્યુમિનિયમ ક્રેપની આયાત થઇ હતી જે વર્ષ 2016-17ની આયાતની તુલનાએ 20.45 ટકાનો વધારો દર્શાવે છે. વાહનોની વધેલી માગને જોતાં આ વધારો નોર્મલ ગણાય તેવો છે. તેની સામે વર્ષ 2018-19માં એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં એલ્યુમિનિયમ ક્રેપની આયાતમાં 21.66 ટકાની વૃદ્ધિ થઇ છે.

2

તેમણે એમ પણ કહ્યું કે, પ્રાઇમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરનારાઓને તેમનો નફો વધારવો હોવાથી નાના એકમોને ખતમ કરવા માટે કેન્દ્રમાં ફરિયાદ કરી રહ્યા છે કે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરને કારણે એલ્યુમિનિયમ ક્રેપની આયાત વધી રહી છે. વાસ્તવમાં રસાઇકલીંગ એલ્યુમિનિયમની ગુણવત્તા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની છે અને મારુતિ, હોન્ડા, હીરો અને ટોયેટા જેવી કંપનીઓ તેમના પ્રોડક્ટ્સ ખરીદે છે.'

3

ઓલ ઈન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર શાહના કહેવા મુજબ, દેશમાં એલ્યુમિનિયમનાં ઉત્પાદન સાથે સંકળાયેલ મોટી સરકારી કંપનીઓએ બુમરાણ મચાવવા માંડી છે કે એલ્યુમિનિયમ ક્રેપ-ભંગારની આયાત વધી રહી હોવાથી તેમના ધંધા પર અવળી અસર પડી રહી છે. એટલે સરકારે એલ્યુમિનિયમના ભંગારની આયાત પરની કસ્ટમ ડયુટીમાં 200 ટકાનો વધારો કરી દેવાની વિચારણા શરૂ કરી હોવાથી ભંગારને રિસાઇકલ કરતા નાના એકમોમાં ખળભળાટ મચી ગયો છે.'

4

અમદાવાદઃ કેન્દ્ર સરકાર એલ્યુમિનિયમ ભંગારની આયાતની કસ્ટમ ડ્યૂટી ફરી એક વખત વધારવા સક્રિય થઈ છે. મોટી ખાનગી કંપનીઓને બચાવવાના સરકારના પ્રયાસથી એલ્યુમિનિયમ રિસાઇક્લિંગના ગુજરાતના 350 જેટલા એકમો સહિત દેશભરના 3500 એકમો પર ખતરો ઉભો થશે. સરકાર એલ્યુમિનિયમ ભંગારની આયાત ડ્યૂટી 2.50 ટકાથી વધારીને 7.50 ટકા કરશે તો આશરે 1.5 લાખ લોકો નોકરી ગુમાવશે. સરકારે એલ્યુમિનિયમના ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી 200 ટકાનો વધારો કરવા વિચારણા શરૂ કરી હોવાથી નાના એકમોમાં ખળભળાટ મચી ગયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • એલ્યુમિનિયમ ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી વધશે તો ગુજરાતના 350 એકમોનું ભાવિ જોખમાશે, દેશમાં 1.50 લાખ લોકો ગુમાવશે નોકરી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.