Hondaએ ભારતમાં લોન્ચ કર્યું નવું સ્કૂટર Cliq, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર, આ સ્કૂટરને પહેલા રાજસ્થાનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યાર બાદ ધીમે ધીમે ભારતના અન્ય શહેરમાં પહોંચાડવામાં આવશે. બજારમાં આવ્યા બાદ Cliqની સ્પર્ધા ભારતમાં જ Hero Pleasure, TVS Scooty Zest, Yamaha Alpha અને Suzuki Let's સાથે થશે.
નવી દિલ્હીઃ હોન્ડા ટૂ વ્હીલરે ભારતમાં પોતાનું નવું સ્કૂટર Cliq લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત 42,499 રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી) રાખી છે. હોન્ડા Cliqની ડિઝાઈન કોન્સેપ્ટ ઓટો એક્સ્પો 2016માં નેવીની સાથે રજૂ કરી હતી. કંપનીએ તેને ચાલ કલર ઓપ્શન પેટ્રોઓટિક રેડ વિથ વ્હાઈટ, બ્લેક, મોરક્કન બ્લૂ વિથ વ્હાઈટ અને ઓર્કશ ગ્રેની સાથે રજૂ કરી છે.
હોન્ડા Cliqમાં કંપનીએ 110 સીસીનું એચઈટી એન્જિન આપ્યું છે જે 8 બીએચપીનો પાવર અને 8.96 એનએમ પિક ટોર્ક જનરેટ કરશે. તે ઉપરાંત તેમાં ટ્યૂબલેસ ટાયર પણ આપવામાં આવ્યં છે. કંપનીના દાવાર અનુસાર Cliq 60 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપશે. હોન્ડાએ આ મોડલને કોમ્બી બ્રેક સિસ્ટમની સાથે રજૂ કરી છે જેથી બ્રેકિંગમાં વધુ સેફ્ટી મળશે.
Cliqની વિશેષતા વિશે વાત કરીએ તો, તેમાં 14 લિટરની અંડર સીટ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્કૂર લેડિઝ અને જેન્ટ્સ બન્ને માટે કમ્ફર્ટ છે. આ સ્કૂટરમાં મોબાઈ ચાર્જિંગ સોકેટ પણ આપવામાં આવ્યું છે. તેની કેટલીક ખાસિયત પણ છે કે તેમાં સીટની ઉંચાઈ થોડી ઓછી રાખવામાં આવી ચે અને સીટ પહોળી પણ છે. તેનું વજણ પણ ઓછું રાખવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -