GST Effect: રેલવેની એસી અને ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવો પડશે મોંઘો, 1 જુલાઈથી વધી જશે સર્વિસ ટેક્સ
GSTનું રજિસ્ટ્રેશન પાન બ્યૂરો પર આધારિત છે માટે રેલવેએ પોતાનું પાન પહેલેથી જ મેળવી લીધો છે. રેલવેએ દરેક મંડળમાં જનરલ મેનેજરને GSTની પ્રક્રિયા માટે મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નવી કર પ્રણાલી વસ્તુ અને સેવા કર (GST) લાગુ થયા બાદ રેલવેમાં એસી અને ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવાનું મોંઘું પડશે. 1લી જુલાઈથા GST લાગુ થઈ રહ્યો છે. GST લાગુ થયા બાદ ટિકિટ પર સર્વિસ ટેક્સ 4.5 ટકાથી વધીને 5 ટકા થઈ જશે.
રેલવે મંત્રાલયના અધિકારીઓ અનુસાર આ સર્વિસ ટેક્સ રેલવે માત્ર એસી અને ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ પર જ લાગુ પડશે. આમ કોઈ ટિકિટનો ખર્ચ 2000 રૂપિયા છે તો આવતા મહિનાથી તે 2010 રૂપિયામાં પડશે.
GST લાગુ કરવાના ભાગરૂપે દરેક રાજ્યમાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જે સુનિશ્ચિત કરશે કે નવી કર પ્રણાલીને સુગમ રીતે કાર્યાન્વિતન કરવામાં આવે. અધિકારીએ કહ્યું કે ભારતીય રેલવેમાં GSTની અસરનું આકલન માટે પણ એક સલાહકારની સેવા લેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -