HDFCએ મોંઘી કરી હોમ લોન, જાણો તમારા EMIમાં કેટલો થશે વધારો
આમ 30 લાખ રૂપિયાની 20 વર્ષની લોન હશે તો તમારો હપ્તો 95 રૂપિયા વધી જશે. એવી જ રીતે 50 લાખ રૂપિયાની 20 વર્ષની લોન પર તમારા હપ્તાની રકમમાં 158 રૂપિયાનો વધારો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમ છતાં બેંક અને નામાંકીય સંસ્થા સતત પોતાના લોનના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. લોન મોંઘી થવાની આ પ્રક્રિયા 2017ના અંતથી જ જોવા મળી રહી છે. તેની શરૂઆત ખાનગી બેંક એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિન્દ્રાએ કરી હતી. એસબીઆએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
એચડીએફસીએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ દર 8.40થી વધારીને 8.45 કર્યા છે. જ્યારે 30થી 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 8.55થી વધારીને 8.6 કર્યા છે અને 75 લાખ રૂપિયાથી વધારેની લોન પર વ્યાજ દર 8.7 ટકા કર્યા છે. મહિલાઓને તમામ શ્રેણીમાં 0.05 ટકાની છૂટ મળશે.
નવી દિલ્હીઃ એચડીએફસીએ હાલમાં જ પોતાના હોમ લોનના વ્યાજ દરમં 0.05થી 0.20 ટકાનો વધારો કર્યો છે. આ હોમ ફાઈનાન્સ કંપનીએ પાંચ વર્ષ બાદ હોમ લોનના દરમાં વધારો કર્યો છે. આ વખતે એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ઓછી રકમની લોન પર ભારણ ઓછું છે. એચડીએફસીએ ખર્ચ વધવાને કારણે લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેના કારણે હરે લોનધારકોના હપ્તામાં વધારો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -