200 kmની એવરેજ આપશે Tataની સેડાન કાર, જાણો કેટલી છે ખાસ...
તાતા માર્કેટમાં હવે સાવ નવી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મિડસાઇઝ સિડાન કૉન્સેપ્ટ લઈને આવી છે, જે ઈ-મોબિલિટીના મામલે વધુ એક ડગલું છે. નવી તાતા ઈવિજન કૉન્સેપ્ટથી તાતાએ જીનિવા મોટર શોમાં તો પ્રવેશ કર્યો છે, પણ આ મોટર શોનાં 20 વર્ષ પણ પૂરાં કર્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈ વિઝન ટાટા મોટર્સનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ આઇડિયા છે. જે અંતર્ગત 2022 સુધીમાં ટાટ મોટર્સ પોતાની બધી કારને ઈલેક્ટ્રિક બનાવી દેશે. જેમાં માઇલ્ડ હાઈબ્રિડ, હાઇબ્રિડ અને બેટરીથી ચાલવવાવાળી ફૂલ ઇલેક્ટ્રિક કાર સામેલ છે. જેગુઆર લેંડ રોવર તો પહેલાથી જ જાહેરાત કરી ચૂકી છે કે 2020 બાદ તેની મોટાભાગની કાર કોઈને કોઈ સ્વરુપે ઇલેક્ટ્રિક મોડેલ હશે.
ટાટા મોટર્સ દ્વારા આ કારમાં એન્જિન અંગે કોઇ ખાસ માહિતી આપી નથી. જોકે આ કોન્સેપ્ટ કારની ટોપ સ્પીડ 200 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ હશે, આ કાર 7 સેકન્ડમાં 100 કિ.મી.ની સ્પીડ પકડી શકશે. તેમજ આ કારમાં ફાસ્ટ ચાર્જિંગ કેપેબિલિટી અને ઓન બોર્ડ ડાઇગ્નોસ્ટિક આપવામાં આવશે. આ કારની એવરેજ અંગે વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 200 કિ.મી. સુધી જઇ શકશે.
નોંધનીય છે કે ટાટા મોટર્સ છેલ્લા 20 વર્ષથી જીનેવા મોટર શોમાં પોતાની કાર્સને શોકેસ કરી રહી છે. ટાટાએ જીનેવા મોટર શોમાં પોતાની સૌથી પહેલી કાર ટાટા સફારીને શોકેસ કરી હતી.
નવી દિલ્હીઃ ટાટા મોટર્સ દ્વારા જીનેવા ખાતે યોજાઇ રહેલા મોટર શોમાં પોતાની ઇ વિઝન સિડાન કોન્સેપ્ટ કાર્સ શોકેસ કરી છે. આ કારને લેન્ડ રોવર ડિસ્કવરીના ઓમેગા(ઓપ્ટિમલ મોડ્યુલ એફિસિયન્સ ગ્લોબલ એડવાન્સ્ડ) પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. એક અંદાજ મુજબ આ કાર 2021 સુધીમાં ભારતીય રસ્તાઓ પર દોડતી જોવા મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -