હ્યુન્ડાઈ Grand i10નું નવું ફેસલિફ્ટ વર્ઝન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટમાં ડ્રાઇવર સાઇડ એરબેગ સુરક્ષા માટેઆપવામાં આવી છે. જ્યારે સ્પોર્ટ્સ અને એસ્ટા વિકલ્પમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગનો વિકલ્પ મળશે. ઉપરાંત, કારમાં બ્લૂટૂથ, યુએસબી અને મ્યૂઝિક સિસ્ટમ એરા અને મેગ્ના મોડલમાં નહીં મળે. તો બીજી તરફ એસ્ટા મોડલમાં 7 ઇઁચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે.
1.2 લીટર પેટ્રોલ એન્જિનમાં અગાઉની જેમ જ 82 બીએચપીનો પાવર અને 113.7 એનએમનો ટોર્ક મળશે. 5 ગિયર મેન્યુઅલ જ્યારે 4 ગિયર ઓટોમેટિક ઓપ્શન પણ મળશે.
કારની માઇલેજ 24.95 કિમી પ્રતિ લીટર રહેવાનો દાવો વ્યકત કરાયો છે. 5 ગિયર સાથે જે લોકો ઓટોમેટિક ડીઝલ વેરિએન્ટની માંગે છે તેમને હજુ થોડિક રાહ જોવી પડશે.
જો કે સૌથી મોટો ફેરફાર ડીઝલ એન્જિન છે. અગાઉ 1.1 લીટર ડીઝલ એન્જિન અને 70 બીએચપી પાવર તેમજ 160એનએમ ટોર્ક હતો. જ્યારે નવી ગ્રાન્ડ આઇ-10માં 1.2 લીડર ડીઝલ એન્જિનમાં 73.97 બીએચપીની તાકાત અને 190 એનએમનો ટોર્ક જનરેટ થશે.
જો એક્સટિરીયરની વાત કરીએ તો ગ્રાન્ડ આઇ-10માં રેડ પેશન કલર આપવામાં આવ્યો છે. આ કલર વાઇન રેડને રિપ્લેસ કરશે તો હાલ મળતાં પ્યોર વ્હાઇટ, ટ્વિટલાઇટ બ્લૂ, સ્લીક સિલ્વર અગાઉની જેમ જ યથાવત રહેશે.
ન્યૂ ગ્રાન્ડ આઇ-10 ફેસલિફ્ટમાં ફ્રન્ટ બમ્પરને રિવાઇઝ કરવામાં આવ્યું છે. ભારતમાં લોન્ચ મોડલમાં એલઇડી ડીઆરએલની પોઝિશન ફોગ લેમ્પની નજીક છે જે તેને આકર્ષક લુક આપે છે.
કંપનીની આ કાર પોતાના સેગમેન્ટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ વિતેલા કેટલાક દિવસોમાં ટાટા ટિયાઓની એન્ટ્રી અને મારુતિ સ્વિફ્ટ અને ફોર્ડ ફીગોના નવા વેરિઅન્ટ બજારમાં આવવાથી આ કારને જોરદાર પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી પેસેન્જર કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ પોતાની લોકપ્રિય કાર ગ્રાન્ડ આઈ10નું ફિસલિફ્ટ વર્ઝન ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. નવી ગ્રાન્ડ આઈ10ની શરૂઆતની કિંમત 4.58 લાખ રૂપિયા છે, તેના ટોપ વેરિઅન્ટની કિંમત 7.33 લાખ રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -