સહારા લાઈફ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે ICICI પ્રૂડેન્શિયલ, કંપની પર 900 કરોડની જવાબદારી
તેમાં કહેવામાં આવ્યું છે કે, પાછલી સૂચના અનુસાર સહારા લાઈફના પોલિસીધારકોનું કુલ 900 કરોડ રૂપિયાનું લેણું છે જે કંપનીની બેલેન્સશીટના એક ટકા કરતાં પણ ઓછું છે. ઈરડાએ સહારા લાઈફના કેસમાં મેનેજમેન્ટ માટે 12 જૂનના રોજ એક વ્યક્તિની પ્રશાસત તરીકે નિમણૂક કરી છે. સહારા લાઇફે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન 1.53 કરોડ રૂપિયાના મૂલ્યની 665 પોલિસી વેચી. કંપનીએ 2016-17માં 16,058 ગ્રાહકો પાસેથી 44.68 કરોડ રૂપિયાનું પ્રીમિયમ વસુલ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્ફ્યોરન્સે શેર બજારને મંગળવારે આપેલી સૂચનામાં કહ્યું કે, અમે સહારા લાઈફના પોલિસીધારકનું લેણું અને સંપત્તિના અધિગ્રહણ માટે રસ દાખવ્યો છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ લિસ્ટેડ થનારી પ્રથમ ભારતીય વીમા કંપની છે. કંપની સહારા લાઈફના અધિગ્રહણ માટે સંભાવનાઓ શોધી રહી છે.
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની જાણીતી વીમા કંપની આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફે દેવા તળે દટાયેલી સહારા ગ્રુપની જીવન વીમા કંપની સહારા લાઈફનું અધિગ્રહણ કરવામાં રસ દાખવ્યો છે. સહારા લાઈફ પર પોલિસીધારકોની 900 કરોડ રૂપિયાનું લેણું છે. વિતેલા મહિને વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઈરડા)એ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતા સુબ્રત રોયની વીમા કંપનીનું મેનેજમેન્ટ પોતાના હસ્તક લઈ લીધું હતું. ઇરડા અનુસાર વીમા કંપની જે રીતે કામ કરી રહી છે તે ગ્રાહકોના હિતો માટે નુકસાનકારક છે. ભાગ્યે જ એવું બન્યું છે કે ઈરડા કોઈ વીમા કંપનીનું મેનેજમેન્ટ પોતાના હસ્તક લીધું હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -