GST: MRP ઉપરાંત કોઈ ટેક્સ નહીં લઈ શકાય, કિંમત વધારવા પર અખબારમાં એડ આપવી પડશે
દૂરદર્શનની નેશનલ ચેનલ પર છ દિવસ સુધી જીએસટી અંગે ક્લાસ ચાલશે. ત્રણ દિવસ હિન્દીમાં અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ ચાલશે. ગુરુવારથી તેની શરૂઆત થશે. ગુરુ-શુક્ર સાંજે ૪.૩૦થી ૫.૩૦ આ ક્લાસ ચાલશે, જ્યારે શનિવારે બપોરે ૧૨ વાગે રહેશે. સોમવારે-મંગળવારે અને બુધવારે અંગ્રેજીમાં આ ક્લાસ ચાલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસૂલ સચિવે કહ્યું કે જીએસટીના યોગ્ય અમલીકરણ પર નજર રાખવા માટે ૧૫ વિભાગના સચિવોની સમિતિ બનાવવામાં આવી છે. કુલ ૧૭૫ અધિકારીઓને આ કામમાં લગાડાયા છે. એક અધિકારી પાસે ચારથી પાંચ જિલ્લાની જવાબદારી રહેશે. જીએસટી પછી દરેક વસ્તુના ભાવ અને સપ્લાય પર સરકારની નજર રહેશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોએ ચેક પોસ્ટ નાબુદ કરી દીધી છે અને એક મહિનામાં તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે.
કોઈપણ વસ્તુની એમઆરપીમાં તમામ ટેક્સનો સમાવેશ થઈ જશે. અલગથી કોઈ ટેક્સ વસૂલી શકાશે નહીં.’ અઢિયાએ કહ્યું હતું કે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે ૨૦ લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર હોય તો તેવા બિઝનેસમેન પાસેથી જીએસટી વસૂલાશે નહીં તો સરકારને આવક કેવી રીતે થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે ‘હોલસેલનો બિઝનેસ કરનારા રિટેલરને વસ્તુ વેચે તેના પર જ સરકારને ટેક્સ મળી જાય છે. કમ્પોઝિશન કે રાહત મેળવનાર ડીલરને તેની જરૂર નથી.’
નવી દિલ્હીઃ જીએસટી પર સવાલ જવાબ માટે સરકારે 6 દિવસ સુધીની પાઠશાળાની વ્યવસ્થા કરી છે. તેમાં ત્રણ દિવસ હિન્દી અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ લેવાશે. જીએસટી લાગુ થયા બાદ સરકાર ગ્રાહકોમાં જાગરૂકતા વધારવા અને કિંમતમાં ફેરફાર પર નજર રાખશે. જીએસટી અંગેની અનેક મૂંઝવણ અને ભ્રમણા દૂર કરતા મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૨.૦૨ લાખ લોકોએ જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.
જીએસટી લાગુ થયા બાદ પ્રોડકટ્સની એમઆરપી(મહત્તમ રિટેલ ભાવ) સિવાય વસૂલાત અંગે અઢિયાએ કહ્યું કે ‘રિટેલ પ્રાઈસમાં સુધારો થઈ શકે છે. જો એમઆરપીથી વધુ કિંમત હશે તો ઉત્પાદકે બે અખબારમાં એડવર્ટાઈઝમેન્ટ આપવાની રહેશે અને પેકેટ પર સુધારેલી એમઆરપી લખવાની રહેશે. ભાવ ઘટાડાય તો તેના માટે એડ્ આપવાની જરૂર નથી. જોકે, સુધારેલા ભાવ અલગથી લખવાના રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -