હું એક ફુટબોલ બની ગયો છું, જેને NDA અને UPA નામની ટીમ કિક મારી રહી છેઃ વિજય માલ્યા
માલ્યાએ સીબીઆઈ દ્વારા તેમના પર લગાવવામાં આવેલ આરોપને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. માલ્યાએ સવાલ કર્યો કે, પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારી બિઝનેસ અને અર્થશાસ્ત્રને કેટલું સમજે છે? વિતેલા સપ્તાહે સીબીઆઈ કોર્ટે 720 કરોડ રૂપિયાના આઈડીબીઆઈ લોન ડિફોલ્ટ મામલે માલ્યાની વિરૂદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ લોન ડિફોલ્ટર્સ પર કાયદાકીય ગાળીયો મજબૂત કરવાની સરકારની યોજનાની વચ્ચે લિકર કિંગ વિજય માલ્યાએ શુક્રવારે પોતાને એક ફુટબોલ જેવા ગણાવ્યા હતા, જે બે પ્રતિસ્પર્ધી ટીમ એનડીએ અને યૂપીએ કિક મારી રહી છે. પોતાના વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા ચાલતી તપાસ અને બ્રિટેનથી ભારત લાવવાના પ્રયત્નો પર હુમલો કરતા માલ્યાએ આરોપ લગાવ્યો કે તેની વિરૂદ્ધ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
માલ્યાની બંધ થઈ ગયેલ કિંગફિશર એરલાઈન્સ પર જુદી જુદી બેંકોની 9000 કરોડ રૂપિયાની લોન બાકી છે. આ મામલે અત્યાર સુધી ઈડીએ 8014 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
મીડિયા ખુશ થઈને એક પિચ (ફુટબોલનું મેદાન) તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. હું એક ફુટબોલ જેવો છું, જેને બે પરસ્પર પ્રતિસ્પર્ધી ટીમ એનડીએ અને યૂપીએ એક બીજાની વિરૂદ્ધ રમી રહી છે. દુર્ભાગ્ય એ છે કે તેમાં કોઈ રેફરી નથી.
ઉલ્લેખનીય છે કે, નામાંકીય વર્ષ 2017-18ના બજેટમાં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે સરકાર જાણીજોઈને લોન ન ભરનારા વિરૂદ્ધ સંપત્તિ જપ્ત કરવા માટે નવો કાયદો લાવશે. માલ્યા વિરૂદ્ધ પણ અનેક બેંકો પાસેથી લોન લઈન ન ચૂકવવા મામલે તપાસ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -