નવી ટ્રેનઃ દરેક સીટ પર એલસીડી સ્ક્રીન, મળશે સેલિબ્રિટી શેફના મેન્યુ મુજબ ભોજન
અધિકારીએ કહ્યું હતું કે મનોરંજનના ઉદ્દેશથી લગાવવામાં આવેલા એલસીડી સ્ક્રીનનો ઉપયોગ મુસાફરોને સંબંધિત માહિતી અને સુરક્ષા નિર્દેશોના પ્રસાર માટે પણ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે તેજસ એક નવી પ્રીમિયર ક્લાસ ટ્રેન છે, જેમાં ચા, કોફી, વેન્ડીંગ મશીન, મેગેઝિન્સ, સ્નેક્સ ટેબલ સહિત અનેક સુવિધાઓ હશે. આ ઉપરાંત ટ્રેનમાં બાયોવેક્યુમ શૌચાલયો, ટોઈલેટ એંગેજમેન્ટ બોર્ડ, હેન્ડ ડ્રાયર, સેન્સરાઈઝ્ડ ટેપ, વાઈફાઈ સહિત વિશિષ્ટ સુવિધાઓ પણ હશે.
૨૦ ડબ્બા ધરાવતી તેજસ એક્સપ્રેસમાં ઓટોમેટિક દરવાજા હશે. હાલના સમયે ઓટોમેટિક દરવાજા માત્ર મેટ્રોમાં જ છે. મુંબઈ ગોવા રૂટ પર શરૂ થયા બાદ આ ટ્રેન સેવા દિલ્હી ચંદીગઢ માર્ગ પર પણ શરૂ થઈ શકે છે.
નવી દિલ્હીઃ મુંબઈ અને ગોવાની વચ્ચે પ્રવાસ કરનારા ટ્રેન પ્રવાસીઓ ટૂંકમાં સેલિબ્રિટી દ્વારા તૈયાર મેન્યૂનું ભોજન, ચા અને કોફી વેન્ડિંગ મશીન અને દરેક સીટની સાથે એલીસડી સ્ક્રીન જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે. જૂમાં આ રેલવે રૂટ પર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક નવી પ્રીમિયર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -